4 તઈ પિતરે તેઓએ બધીય વાતો શરુઆત જે એની હારે થયુ હતું ઈ ક્યને હંભળાવ્યું.
જઈ પણ એણે તેઓથી પરમેશ્વરનાં વિષે વાત કરી, તઈ એણે દાખલાઓ વાપરા પણ એકલામાં ઈ પોતાના ચેલાઓને બધી વાતોનો અરથ બતાવતો હતો.
ઈ હાટુ નેકનામદાર થિયોફિલ, શરુઆતથી મે પોતે આની કાળજી રાખીને અભ્યાસ કરયો છે, જેથી મે તમારી હાટુ સોપડીમા આ બનાવોને નંબર પરમાણે લખવાનું વિસારુ.
તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.