અને જઈ ઈ શાઉલને મળો તો એને અંત્યોખ શહેરમાં લાવ્યો, અને આ થયુ કે તેઓ એક વરહ હુધી મંડળીના લોકોની હારે મળતા રયા, અને ઘણાય લોકોને પરભુ ઈસુના વિષે સંદેશો આપતા રયા, અને ઈસુ મસીહના ચેલાઓ બધાયની પેલા અંત્યોખ શહેરમાં જ મસીહ કેવાણા.
અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”
ઈ દિવસોમાં વિશ્વાસીઓની સંખ્યા વધવા લાગી, તઈ ગ્રીક ભાષા બોલનારા યહુદી વિશ્વાસી હિબ્રૂ ભાષા બોલનારા યહુદી વિશ્વાસીની હામાં કચ કચ કરવા મંડયા કે, દરોજના ભાગલાઓમાં અમારી વિધવાઓને ટાળવામાં આવે છે.