કેમ કે, એક જાતિના લોકો બીજી જાતિના લોકો ઉપર હુમલો કરશે અને એક રાજ્યના લોકો બીજા રાજ્યના લોકોની વિરુધમાં બાધશે, અને ઠેક ઠેકાણે દુકાળો પડશે અને ધરતીકંપ થાહે.
રોમી સમ્રાટ તિબેરીયાસના રાજ્યને પંદરમે વરહે જઈ પોંતિયસ પિલાત યહુદીયા પરદેશનો રાજા હતો, અને હેરોદ ગાલીલ પરદેશનો રાજા હતો, અને એનો ભાઈ ફિલિપ ઈતુરાઈનો અને ત્રાખોનિતીયા પરદેશનો રાજા હતો, અને લુસાનિયાસ આબીલેન પરદેશના રાજા હતો.
ન્યા એને આકુલા નામનો એક યહુદી માણસ મળયો, જેનો જનમ પુન્તુસ પરદેશમા થયો હતો, ઈ પોતાની બાયડી પ્રિસ્કીલાની હારે ઈટાલી દેશમાંથી આવ્યો હતો, કેમ કે, કલોડિયસ રાજાએ બધાય યહુદી લોકોને રોમ રાજ્યમાંથી કાઢી નાખવાની આજ્ઞા આપી હતી, ઈ આજ્ઞાને કારણે ઈ કરિંથ શહેરમાં આવ્યા.