ઈ હાટુ જો આગમભાખીયાઓને, જ્ઞાનીઓને, અને યહુદી નિયમના શિક્ષકોને તમારી પાહે મોકલું છું, તો તમે તેઓમાના કેટલાકને મારી નાખશો અને કેટલાકને વધસ્થંભે સડાવી દેહો, અને એમાંથી થોડાકને યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં કોરડા મારશો, ગામે ગામ એની વાહે જાહો.
ઈ હાટુ પરમેશ્વરની બુદ્ધિએ પણ કીધું છે કે, “હું તેઓની પાહે આગમભાખીયાઓ અને ગમાડેલા ચેલાઓને મોકલય, અને ઈ તેઓમાંથી કેટલાકને મારી નાખશે અને કેટલાકને હેરાન કરશે.”
પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.
અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.
તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.
પરમેશ્વર કેય છે કે, “અંતના દીવસમાં એવુ થાહે કે, હું મારી આત્મા બધાય માણસોની ઉપર રેડી દેય; અને તમારા દીકરા અને તમારી દીકરીઓ આગમવાણી કરશે, જુવાનીયાઓને દર્શન થાહે, અને તમારા ગવઢા લોકોને સપના આયશે.”
આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.
કોયને સમત્કારી કામો કરવાનું; અને કોયને સંદેશો આપવાનું; કોયને આત્માઓને પારખવાનું, અને કોયને જુદી-જુદી ભાષા બોલવાનું અને કોયને ભાષાંતર કરવાનું કૃપાદાન આપવામાં આવેલું છે.