પાઉલે કીધું કે, “નય, હું એક યહુદી છું, કિલીકિયા પરદેશના તાર્સસ શહેરનો રેવાસી છું, હું એક મુખ્ય નાગરિક છું, અને હું તને વિનવણી કરું છું કે, મને લોકોની હારે વાત કરવા દે.”
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.
પણ બાર્નાબાસે ગમાડેલા ચેલાઓની પાહે એને લય જયને તેઓને કીધું કે, એણે કેવી રીતે દમસ્કસ શહેરમાં જાતી વખતે રસ્તામાં પરભુ ઈસુને જોયો, અને પરભુએ એની હારે વાતુ કરી, પછી દમસ્કસ શહેરમાં એને કેવી રીતે હિંમંત કરીને ઈસુના વિષે પરસાર કરયો.