Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 11:23 - કોલી નવો કરાર

23 અને જઈ ઈ ન્યા પૂગ્યો, તો પરમેશ્વરની કૃપાને જોયને રાજી થયો, અને બધાય વિશ્વાસી લોકોને સંદેશો દીધો કે તન મન લગાડીને પરભુને વળગી રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 11:23
37 ပူးပေါင်းရင်းမြစ်များ  

પછી ઈસુએ પોતાના ચેલાઓને કીધુ કે, “જો કોય મારો ચેલો બનવા માગે, તો એણે પોતાનો નકાર કરવો, અને પોતાનો વધસ્થંભ ઉસકીને મારી વાહે આવવું.”


જઈ ઈસુને આ ખબર પડી કે, તેઓ એની ઉપર વિશ્વાસ કરે છે તઈ એણે લકવાવાળાને કીધુ કે, “હે દીકરા, મે તારા પાપો માફ કરી દીધા છે.”


તમે મારામાં જોડાયેલા રયો અને હું તમારામા રેય; જેમ ડાળી વેલામાં રયા વગર પોતાની જાતે ફળ આપી હકતી નથી, એમ તમે પણ મારામાં રયા વગર ફળ આપી હકતા નથી.


અને જઈ મંડળી જુદી પડી, તો યહુદી લોકો અને બિનયહુદીમાંથી યહુદી બનેલા ભજનકરનારા લોકોમાંથી બોવ બધાય પાઉલ અને બાર્નાબાસની વાહે-વાહે યહુદી લોકોની પરચાર કરવાની જગ્યામાં ગયા, તેઓએ ઈ લોકોની હારે વાતો કરીને હંમજાવ્યા કે, પરમેશ્વરની કૃપામાં બનેલા રયો.


અને ઈ દરેક એક શહેરમાં વિશ્વાસી લોકોને પ્રોત્સહાન આપતા રેય અને ઈ સાક્ષી આપતા હતાં કે, વિશ્વાસમા બનેલા રયો, અને ઈ પણ કેતા હતાં કે, “આપણને બોવ દુખ સહન કરીને પરમેશ્વરનાં રાજ્યમાં જાવું પડશે.”


અને ન્યાથી વહાણમાં બેહીને અંત્યોખ ગયા, કે જ્યાં તેઓ જે કામ પુરૂ કરીને આવ્યા એની હારુ તેઓ પરમેશ્વરની કૃપામાં હોપાય ગયા હતા.


પણ પાઉલે સિલાસને ગમાડયો, અને અંત્યોખીયાના વિશ્વાસી લોકોએ પરમેશ્વરને પાઉલ અને સિલાસની મદદ કરવાનું કીધું. પછી સિલાસને લયને પાઉલ ન્યાંથી નીકળ્યો.


પણ હું પોતાના જીવને કાય નથી હમજાવતો કે એને વાલો માનું, પણ આ કે હું પોતાની દોડ અને સેવાને પુરી કરું, જે મે પરમેશ્વરની કૃપાથી હારા હમાસાર ઉપર સાક્ષી દેવા હાટુ પરભુ ઈસુથી મેળવી છે.


અને હવે હું તમને પરમેશ્વરનાં, અને એની કૃપાના વચનને હોપી દવ છું, જે તમને વિશ્વાસમા મજબુત કરી હકે છે, પરમેશ્વર તમને આ વારસો દેહે, જે એણે બધાય લોકોને દેવાનો વાયદો કરયો છે, જેને એના દ્વારા પવિત્ર કરયા છે.


સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.


જો બીજાને હિંમત આપવાનું દાન હોય, તો એમ કરવુ જોયી, બીજાની હારે પોતાનો ભાગ વેસવાનો હોય, તો ઉદારતાથી દેય. જેની પાહે અધિકાર છે એને કાળજીથી કામ કરવું. જે બીજા ઉપર દયા કરે છે, એને હસતા મોઢે કરવી જોયી.


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


જઈ મેં આ વિસારું તો હું એના વિષે બોવ ગંભીર હતો, અને જે હું કરવા માગું છું, હું જગતના લોકોની હમજ પરમાણે કરતો નથી કે, હું એક વખતમાં “હાંમાં, હાં કય દવ,” અને એમ જ તરત જ પછી “નામાં, ના” કય દવ.


હવે પરમેશ્વરની હારે કામો કરનારા અમે તમને માનપૂર્વક વિનવણી કરી છયી કે, તમે જે કૃપા પરમેશ્વરથી મેળવી છે એને નકામી નો થાવા દયો.


જેમ આ હારા હમાસાર આખા જગતમાં ફેલાય રયા છે, અને બોવ બધાય લોકો હારા હમાસાર ઉપર વિશ્વાસ કરી રયા છે. અને દરેક જગ્યાએ લોકોના જીવનો બદલાય રયા છે ઠીક એમ જ જેમ તમારુ જીવન બદલી ગયુ જઈ તમે પેલીવાર હારા હમાસાર હાંભળા હતા અને પુરી રીતેથી પરમેશ્વરની કૃપાથી હંમજી ગયા હતા.


પણ હે તિમોથી, મારું શીખવવુ, મારી સાલ-સાલગત, મારા મનની ઈચ્છાઓ, મારો વિશ્વાસ, મારું સહન કરવું, મારો પ્રેમ, મારી ધીરજ, મારી સતાવણી, અને મારું દુખ ભોગવવાની વિષે તું હારી રીતે જાણ છો.


મે આ નાનો પત્ર સિલાસની મદદથી લખ્યો અને તમને મોકલ્યો છે. હું એને મસીહમા એક વિશ્વાસ લાયક સાથી માનું છું મારું આ લખવાનો હેતુ તમને ઉત્સાહિત કરવા અને વિશ્વાસ કરાવવા હાટુ છે કે, જે કાય પણ તમે અનુભવી રયા છો ઈ ખરેખર તમારા હાટુ પરમેશ્વરની કૃપાનો ભાગ છે. આ કૃપામાં સ્થિર રેજો.


હવે બાળકો, મસીહની હારે સંગતીમાં સદાય હાટુ બનેલા રયો, જેથી જઈ ઈ પાછા જગતમાં આવે તો આપણને હિંમત હોય અને આપડે એને આવવાથી એની હામે શરમાવાનું નો થાય.


જઈ પણ હાંભળુ છું કે, ઈ લોકો જે મારા બાળકો જેવા છે, ઈ એવી રીતે જીવે છે, જે ખરેખર પરમેશ્વરે આપણને દેખાડયું છે. આ મને હજી પણ વધારે રાજી કરે છે.


કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ