પછી થોડાક યહુદી વિશ્વાસી લોકો યહુદીયા પરદેશથી અંત્યોખ શહેરમાં આવીને, બીજી જાતિમાંથી આવેલા વિશ્વાસી લોકોને શીખવાડવા લાગીયા કે, “જો મુસાની રીત પરમાણે તમારી સુન્નત કરવામા નો આવે, તો તમે તારણ પામી હકતા નથી.”
પણ ફરોશી ટોળાના લોકોમાંથી જેઓએ વિશ્વાસ કરયો હતો, એનામાંથી કેટલાક લોકો ઉભા રયને કીધું કે, “બીજી જાતિના વિશ્વાસી ભાઈઓને સુન્નત કારાવી અને મુસાના નિયમ પાળવાની આજ્ઞા દેવી જોયી.”
અને ઈસુ જેને લોકો યુસ્તસ કેય છે, ઈ તમને સલામ કેય છે કેમ કે, આ બધાય સુન્નતીઓમાંના યહુદી વિશ્વાસી લોકોમાંથી ખાલી આ ત્રણ માણસો ઈજ પરમેશ્વરનાં રાજ્ય હાટુ મારી હારે કામ કરે છે, અને તેઓએ મને બોવ હિમંત આપી છે.