19 સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.
પણ તેઓમાના કેટલાક વિશ્વાસી માણસો જેઓ સાયપ્રસ ટાપુ અને કુરેન ગામના રેવાસી હતા, જઈ તેઓ અંત્યોખ શહેરમાં પુગ્યા તઈ ગ્રીક ભાષા બોલનારા બિનયહુદી લોકોને હોતન પરભુ ઈસુના હારા હમાસાર હંભળાવ્યા.
અંત્યોખ શહેરની મંડળીમાં કેટલા આગમભાખીયા અને વચન શીખવાડવા વાળા હતાં, એમાંથી બાર્નાબાસ, શિમયોન જે નગર કેવાય છે, અને કુરેન ગામનો લુકિયસ, મનાએન જે નાનપણથી હેરોદની હારે નાના-મોટો થયો હતો, અને શાઉલ.
તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.
તઈ યરુશાલેમ શહેરની બધીય મંડળીની હારે ગમાડેલા ચેલાઓએ અને વડવાઓએ ઈ પાકું કરયુ કે, આપડામાંથી થોડાક માણસોને ગમાડે. જેમ કે, યહુદા બાર્નાબાસ કેવાય છે, અને સિલાસને ગમાડયો. જે વિશ્વાસી ભાઈઓમાં આગેવાન માનવામાં આવતાં હતાં, અને તેઓને પાઉલ અને બાર્નાબાસની હારે અંત્યોખ શહેરમાં મંડળીની પાહે મોકલે.
ઈ હાટુ મંડળીના લોકોએ તેઓને ન્યા જાવા હાટુ રૂપીયા અને ખાવાની વ્યવસ્થા કરી દીધી અને તેઓ ફિનિકિયા અને સમરૂન પરદેશોમા થયને ગયા. ન્યા વિશ્વાસી લોકોની હારે વાત કરી કે, બિનયહુદી જાતિના લોકો કેવા હારા હમાસાર હાંભળીને મસીહ ઉપર વિશ્વાસ કરી રયા છે, ઈ કયને તેઓએ બધાય વિશ્વાસી ભાઈઓને બોવ જ રાજી કરયા.
સાયપ્રસ ટાપુનો યોસેફ નામનો એક માણસ હતો, અને ઈ લેવી કુળનો હતો, જેનું બીજુ નામ ગમાડેલા ચેલાઓએ બાર્નાબાસ રાખ્યું, એનો અરથ ઈ થાય કે બીજા લોકોને પ્રોત્સાહન આપવાવાળો.
આ વાતુ આખી મંડળીને હારી લાગી, અને એમાંથી સ્તેફન નામનો એક માણસ; જે વિશ્વાસ અને પવિત્ર આત્માથી ભરપૂર હતો, ફિલિપ, પ્રોખરસ, નિકાનોર, તિમોન, પારમીનાસ અને અંત્યોખ શહેરના નિકોલસને જેણે યહુદી ધરમ અપનાવી લીધો હતો, તેઓએ આ લોકોને ગમાંડ્યા.