13 એણે અમને ખબર કરી કે, મે મારા ઘરમાં એક સ્વર્ગદુતને ઉભો રયેલો જોયો, જેણે મને કીધું કે, “જોપ્પા શહેરમાં માણસને મોકલીને સિમોન જે પિતર કેવાય છે, એને બરકી લે.
તેઓએ કીધું કે, “હો સિપાયના અધિકારી કર્નેલ્યસે અમને મોકલ્યા છે જે ન્યાયી અને પરમેશ્વરની બીક રાખનારો અને બધીય યહુદી જાતિ એને બોવ માન આપે છે, એને એક પવિત્ર સ્વર્ગદુતથી આજ્ઞા મળી છે કે, તને પોતાના ઘરે બોલાવીને પરમેશ્વરનું વચન હાંભળે.”
હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.
તો પછી સ્વર્ગદુતો કોણ છે? તેઓ તો પરમેશ્વરની સેવા કરનાર આત્માઓ છે અને પરમેશ્વરે તેઓને તારણ પામનારાઓની સેવા કરવા મોકલી આપ્યા છે; જેમ એણે તેઓની હારે વાયદો કરાયો હતો.