જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
તઈ મે તરત એને લેવા હાટુ તારી પાહે માણસો મોકલ્યા, અને તને ભલાય કરી કે આયા આવી ગયો. હવે આપડે બધાય આ હાટુ ભેગા થયા કે તારાથી ઈ બધુય હાંભળે, જે કાય પરમેશ્વરે તને કીધું છે.
જઈ ઈ સ્વર્ગદુત જેણે એની હારે વાત કરી હતી ઈ વયો ગયો, તો એના બે ચાકરો જે એની પાહે સદાય હાજર રેતા હતાં, અને એક સિપાય જે પરમેશ્વરની ભગતી કરનારો અને ખાસ ચાકર હતો તેઓને બોલાવ્યા.
હવે લુદા શહેર જોપ્પા શહેરથી ઢુંકડું હતુ અને વિશ્વાસી લોકોએ આ હાંભળ્યું કે પિતર પાહેના લુદા શહેરમાં છે, તઈ તેઓએ બે ચેલાઓને વિનવણી કરવા હાટુ મોકલ્યા કે અમારી પાહે જલદી આવવા વાર લગાડતા નય.