પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી.
અને ઈ સુન્નત વગરનો જ હતો. તઈ વિશ્વાસથી જે ન્યાયીપણુ એને મળ્યુ હતું, એની ઓળખાણ થાવા હાટુ ઈ સુન્નતની નિશાની પામ્યો, જેથી બધાય સુન્નત વગરના વિશ્વાસીઓનો ઈ વડવો થાય કે, તેઓની લેખે ઈ હોતન વિશ્વાસનું ન્યાયપણું ગણાય.