હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.
પિતરે તેઓને કીધું કે, “પાપ કરવાનું બધ કરો અને દરેક માણસ પોત પોતાના પાપોનો પસ્તાવો કરી ઈસુ મસીહના નામથી માફી માગીને જળદીક્ષા લેય તો પવિત્ર આત્માથી વરદાન પામશો.
ઈ હાટુ યાદ રાખો કે, તમે જનમથી બિનયહુદી છો. યહુદીઓ તમને સુન્નત કરાવ્યા વગરના માણસો તરીકે ઓળખે છે, અને પોતાને સુન્નત કરાવેલ તરીકે ઓળખાવે છે. આ તો દેહિક સુન્નતનો નિર્દેશ છે. જેથી વીતેલા વખતમાં તમે કેવા હતા ઈ યાદ કરો!