44 પિતર આ વાતુ કરવા મંડયો હતો કે, વચન હાંભળનારા બધાય લોકોની ઉપર પવિત્ર આત્મા ઉતરી આવ્યો.
“આ લોકોએ આપડી જેમ પરમેશ્વર તરફથી પવિત્ર આત્મા પામ્યો છે; તો હવે એને જળદીક્ષા લેવાથી કોય રોકી હકે નય”
જઈ હું વાતુ કરવા મંડયો, તો પવિત્ર આત્મા એના ઉપર એવી રીતે ઉતરયો કે, જે રીતે શરૂઆતમાં આપડી ઉપર ઉતરયો હતો.
અને મનોને ઓળખનાર પરમેશ્વરે, તેઓને પણ આપડી જેમ પવિત્ર આત્મા આપીને, બતાવે કે, તેઓને પોતાના લોકોની જેમ મેળવી લીધા છે.
જઈ પાઉલે એના ઉપર હાથ રાખ્યો, તો પવિત્ર આત્મા એના ઉપર ઉતરી, અને ઈ બીજી ભાષા બોલવા અને ભવિષ્યવાણી કરવા મંડો.
જઈ પ્રાર્થના પુરી કરી લીધી, તો ઈ જગ્યા હલી ગય જ્યાં ઈ બેઠા હતાં, અને ઈ બધાય પવિત્ર આત્મામાંથી ભરપૂર થય ગયા, અને ઈ પરમેશ્વરનાં વચનનો દ્રઢતાથી પરચાર કરવા મંડયા.