કા ઈ આત્મા છે, જે પરમેશ્વરનાં વિષે હાસ પરગટ કરે છે, જેણે જગત પામી નથી હકાતું, કેમ કે ઈ નતો એને જોય છે અને નતો એને જાણતા, પણ તમે એને જાણો છો, કેમ કે ઈ તમારી હારે રેય છે અને તમારામા સદાય રેહે.
તમે મને નથી ગમાડયો, પણ મે તમને ગમાડીયા છે, અને તમને મોકલ્યા છે જેથી તમે જયને ફળો આપો, અને તમારા ફળ સદાય રેય. જેથી તમે મારા નામથી બાપની પાહે જે કાય માગો ઈ તમને આપે.
એક વખત જઈ ઈ ભેગા હતાં, તઈ ઈસુએ એને આજ્ઞા આપી કે, “જ્યાં લગી પરમેશ્વર બાપે કરેલો વાયદો જેની સરસા તમે મારા મોઢેથી હાંભળી, ઈ પુરી નો થાય ન્યા લગી યરુશાલેમ શહેરમાં જ રોકાજો અને એની વાટ જોતા રેજો.