હું તમને હાસુ કવ છું કે, આખા જગતમાં જ્યાં ક્યાય પણ આ હારા હમાસારનો પરચાર કરવામાં આયશે, ન્યા ઈ બાયે જે કાય પણ કરૂ છે, ઈ એની યાદગીરીને અરથે કેવામાં આયશે.
તઈ મે કીધું કે, “હે પરભુ, હું શું કરું?” પરભુએ મને કીધું કે, “ઉભો થા અને દમસ્કસ શહેરમાં જા, અને જે કાય તારે કરવા હાટુ ઠરાવામા આવ્યું છે, ઈ તને બધુય બતાવવામાં આયશે.”