Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




પ્રેરિતોનાં કૃત્યો 10:36 - કોલી નવો કરાર

36 તમે ઈ સંદેશાને જાણો છો જે પરમેશ્વરે આપણને એટલે કે, ઈઝરાયલ દેશના લોકોની પાહે મોકલ્યો, એને શાંતિ વિષે હારી વાત હંભળાવી જે લોકોને ઈસુ મસીહમા વિશ્વાસ દ્વારા મળી હકે છે. ઈ બધાયનો પરમેશ્વર છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




પ્રેરિતોનાં કૃત્યો 10:36
57 ပူးပေါင်းရင်းမြစ်များ  

પણ એના કરતાં ઈઝરાયલ દેશના લોકો પાહે જાવ ઈ એવા ઘેટાંઓની જેવા છે જે સરાવનારથી ભટકી ગયા છે.


મારા બાપે મને બધુય હોપ્યુ છે, અને કોય જાણતું નથી કે, દીકરો કોણ છે ઈ પરમેશ્વર બાપ સિવાય બીજુ કોય જાણતું નથી, અને બાપ કોણ છે ઈ પણ કોય જાણતું નથી, ખાલી દીકરાને અને ઈ જેની ઉપર દીકરો પરગટ કરવા ઈચ્છે, એની વગર બીજુ કોય જાણતું નથી.


ઈસુએ પાહે આવીને તેઓને કીધુ કે, “સ્વર્ગમાં અને પૃથ્વીમાં બધોય અધિકાર મને આપવામાં આવો છે.


ઈ જે લોકો મોતની બીકમાં અને આત્મિક અંધારામાં રેય છે, તેઓની ઉપર અંજવાળું કરશે. ઈ આપણને દોરશે જેથી આપડે શાંતિથી રેહુ.


અને યરુશાલેમથી લયને બધીય બિનયહુદીઓમાં પસ્તાવાનો, અને પાપોની માફીઓનો પરચાર ખાલી એના નામથી કરવામા આયશે.


નાજરેથ નિવાસી ઈસુના વિષે આખાય યહુદીયા દેશમાં જે થયુ છે, એને તમે લોકો જાણો છો. ઈ બધુય ગાલીલ પરદેશમા શરુ થયુ, ઈ જળદીક્ષા પછી જેનો પરસાર યોહાને કરયો હતો.


સ્તેફનના વિષે થયેલ સતાવના કારણે જે વેર વિખેર થયેલા લોકો ફિનિકિયા શહેર, અને સાયપ્રસ ટાપુ અને સિરિયા પરદેશના અંત્યોખ શહેર લગી ગયા પણ તેઓએ ખાલી યહુદીઓને સુવાર્તાનો પરચાર કરયો.


અમે તમને લોકોને આ હારા હમાસાર હંભળાવી છયી કે, પરમેશ્વરે આપડા વાડવાઓને જે વાયદો કરયો, ઈ વાયદાને


તઈ પાઉલ અને બાર્નાબાસે બીક વગર કીધું કે, “જરૂરી હતું કે, પરમેશ્વરનું વચન પેલા તમને હંભળાવવામાં આવ્યું હોત, પણ હવે તમે એનો નકાર કરો છો, અને આપણને અનંતકાળનું જીવન પામવા હાટુ લાયક નથી હમજતા, ઈ હાટુ હવે બિનયહુદી લોકોની પાહે આયશે.


ઈ હાટુ ઈઝરાયલ દેશના બધાય લોકો પાકું જાણી લ્યો કે, પરમેશ્વરે ઈ ઈસુને, જેને તમે વધસ્થંભ ઉપર મારી નાખ્યો, પરભુ અને મસીહ પણ ઠેરાવ્યો.”


ઈ જ પરમેશ્વરે પરભુને તારનાર પદ ઉપર બેહાડયો, જેથી ઈઝરાયલ દેશના લોકો પાપ કરવાનું બંધ કરે અને પરમેશ્વરની તરફ વળે, અને લોકો એના દ્વારા પાપોની માફી માંગી હકે.


કેમ કે, મસીહ એટલે મરયો અને મરેલામાંથી પાછો જીવતો થય ગયો કે, આ ઈ જ છે જેને જીવતા અને મરેલા લોકો પરભુને માનવા જોયી.


હવે જઈ આપણને વિશ્વાસ દ્વારા પરમેશ્વરની હારે હાસા રાખવામાં આવ્યા છે તો આપણને પરભુ ઈસુ મસીહના દ્વારા પરમેશ્વરની હારે શાંતિ છે.


કેમ કે પરમેશ્વરે પોતાના પગ નીસે બધાયને આધીન કરયા છે; પણ જઈ એણે કીધું કે, “બધાય આધીન કરાણા છે, તઈ બધાયને આધીન કરનારા જુદા છે, ઈ સોખું દેખાય છે.”


પેલો માણસ પૃથ્વીથી એટલે કે ધૂળનો હતો. મસીહ, જો કે, બીજો માણસ છે, જે સ્વર્ગમાંથી આવ્યો છે.


અને પરમેશ્વર બાપની મહિમા હાટુ દરેક જગ્યાએ દરેક માણસ કબુલ કરે કે, ઈસુ મસીહ પરભુ છે.


પરમેશ્વરે પોતાના દીકરા મસીહને મોકલવાનો ફેસલો લીધો, જેણે પોતાનુ લોહી વ્હેડાવ્યું અને વધસ્થંભ ઉપર મરી ગયો. પરમેશ્વરે એવુ પોતાના અને બધીય વસ્તુની વસે મેળ કરાવવા હાટુ કરયુ, ઈજ રીતેથી એણે પોતાના અને ઈ બધાયની વસે શાંતિ બનાવી રાખી કે, જે ઈ પૃથ્વી ઉપર હોય કે, સ્વર્ગની હોય.


પણ આ છેલ્લા દિવસોમાં આપડી હારે એના દીકરા દ્વારા વાતુ કરી. પરમેશ્વરે પોતાના દીકરા દ્વારા આખા જગતની રસના કરી અને એને બધીય વસ્તુઓનો વારસ ઠેરાવ્યો.


હવે શાંતિ આપનાર પરમેશ્વર, જે આપડા ઘેટાના મોટા રખેવાર આપડા પરભુ ઈસુને સદાય કરારના લોહીથી મરેલાઓમાંથી પાછા જીવતા કરયા,


મસીહ પરમેશ્વરનાં જમણા હાથ ઉપર છે ઈ સ્વર્ગમા ગયો. સ્વર્ગદુતો અને અધિકારીઓ અને બધીય સત્તાઓ એની આધીન છે.


હું જીવતો છું, ભલે હું એકવાર મરી ગયો હતો અને ખરેખર હું સદાય હાટુ જીવતો છું! મારી પાહે મોત ઉપર સત્તા છે અને હું અધોલોકનું નિયંત્રણ કરું છું


ઈસુ મસીહ જેણે આપણને વિશ્વાસથી પરમેશ્વરની વિષે હાસાય બતાવી છે ઈ આપણને દયા દેખાડે અને શાંતિ દેય કેમ કે, આ પેલો છે; જેને પરમેશ્વરે મોત પછી ફરીથી જીવતો ઉઠાડયો હતો અને આ ઈ જ છે જે જગતના રાજાઓ ઉપર રાજ્ય કરે છે, ઈ ઈ જ છે જે આપણને પ્રેમ કરે છે અને જેણે આપડા પાપોના લેખને મટાડી દીધા છે, એણે એવુ કરયુ જઈ ઈ વધસ્થંભ ઉપર પોતાનુ લોહી વહેવડાવીને મરયો.


ઈ બધાય ઘેટાના બસ્સાની હારે યુદ્ધ કરશે, પણ ઘેટાનું બસુ એને હરાવી દેહે, કેમ કે, ઈ પરભુઓનો પરભુ અને રાજાઓનો રાજા છે, ઈ એને પોતાના બોલાવેલા, ગમાડેલા અને વિશ્વાસુ અનુયાયીઓની હારે હરાવી દેહે.


અને એના લુગડા અને હાથળ ઉપર આ નામ લખેલુ છે કે, “રાજાઓનો રાજા અને પરભુઓનો પરભુ.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ