કર્નેલ્યસે કીધું કે, સ્યાર દિવસ પેલા, આ જ વખતે હું મારા ઘરમાં બપોરે લગભગ ત્રણ વાગે પ્રાર્થના કરી રયો હતો, તઈ ઉજળા લુગડા પેરેલો એક માણસ, મારી હામે આવીને ઉભો રય ગયો.
એની કરતાં પોતાના હૃદયમાં સ્વીકાર કરો કે, મસીહ તમારો પરભુ છે, જેને તમે પ્રેમ કરો છો, કોયને પણ જવાબ દેવા હાટુ સદાય તૈયાર રયો, જે તમારી આગળ માંગણી કરે છે કે, તમે એને બતાવો કે તમે પરમેશ્વર ઉપર વિશ્વાસ રાખીને શું આશા રાખો છો કે, પરમેશ્વર તમારી હાટુ કરે. પણ એને નમ્રતા અને સન્માનથી જવાબ દયો.