27 અને એની હારે વાતો કરતો પાહે ગયો, ન્યા લોકોને ભેગા થયેલા જોયને,
તેઓ ઈસુની વિષે જે થયુ હતું ઈ બધીય વાતુ વિષે એકબીજા હારે વાત કરતાં હતા.
શું તમે નથી કેતા કે, પાક લણવા હાટુ કે, સ્યાર મયના પડયા છે? પણ હું તમને કવ છું કે, નજર કરીને જોવ કે, પાક લણવા હાટુ પાકી ગયો છે.
બીજે દિવસે ઈ કાઈસારિયા શહેરમાં પુગીયા, અને કર્નેલ્યસ પોતાના કુટુંબના લોકો અને પોતાના મિત્રોને ભેગા કરીને એની વાટ જોતો હતો.
તેઓએ અંત્યોખ શહેરમાં આવીને મંડળીના લોકોને ભેગા કરયા અને પરમેશ્વરે તેઓની હાટુ કરેલા કામો અને બિનયહુદી લોકો વિશ્વાસ કરે ઈ હાટુ એમણે કેવી રીતે મારગ ખોલ્યો ઈ બધુય તેઓને હંભળાવ્યું.
કેમ કે, હવે અત્યારે પણ આયા બોવ બધાય લોકો છે જે પરમેશ્વરનાં વચનો હાંભળવા માગે છે, અને જ્યાં પરમેશ્વરનાં ઘણાય વિરોધીઓ છે.
હવે જઈ હું મસીહના હારા હમાસાર હંભળાવવા હાટુ ત્રોઆસ શહેરમાં આવ્યો, અને ન્યા પરભુએ મને હારા હમાસારનો પરચાર કરવા હાટુ મોટો અવસર આપ્યો,
અને એની હારે અમારી હાટુ પણ પ્રાર્થના કરતાં રયો કે, પરમેશ્વર અમારી હાટુ વચનનું પરચાર કરવાનો મારગ ખોલે કે, અમે મસીહની ગુપ્ત વાતોને હંમજાવી હકી, જેનો પરચાર કરવાના કારણે હું જેલખાનામાં છું