તઈ અનાન્યા એના ઘરમાં ગયો, ન્યા શાઉલ રોકાણો હતો, અને એના ઉપર એનો હાથ રાખીને કીધું કે, “હે ભાઈ શાઉલ, પરભુ એટલે ઈસુ, જે મારગમાં તને દેખાણો, જ્યાંથી તુ આવતો હતો, એણે મને મોકલ્યો છે કે, તુ પાછો જોય હક, અને પવિત્ર આત્માથી ભરપૂર થા.”
પણ જઈ તમે પરમેશ્વરથી માગો છો, તો તમારે વિશ્વાસ કરવો જોયી, અને શંકા કરવી જોયી નય કેમ કે, જે શંકા કરે છે, ઈ દરિયાની વીળની જેમ છે, જે સદાય હવાથી બદલાતી રેય છે.