તો પણ જઈ હાસાયનો આત્મા આયશે, તઈ ઈ તમને બધુય હાસમાં લય જાહે; કેમ કે, ઈ પોતાના વિષે કેહે નય; પણ જે કાય ઈ હાંભળશે ઈજ ઈ કેહે; અને જે જે થાવાનુ છે ઈ તમને કય બતાયશે.
તઈ પિતરે બોવ વાદ-વિવાદ થયા પછી ઉભા થયને એને કીધું કે, “હે ભાઈઓ, તમે જાણો છો કે, ઘણાય વખત પેલા, પરમેશ્વરે તમારામાંથી મને ગમાડયો કે, મારા દ્વારા બિનયહુદી લોકો હારા હમાસારના વચનો હાંભળીને વિશ્વાસ કરે.
પવિત્ર આત્મા સોખી રીતે આ વાત કેય છે કે, છેલ્લા વખતમાં થોડાક લોકો મસીહના શિક્ષણો ઉપર વિશ્વાસ કરવાનું છોડી દેહે, અને ઈ ખોટા શિક્ષણો ઉપર વિશ્વાસ કરશે જે ભૂતોની તરફથી છે.