17 જઈ પિતર પોતાના મનમા વિસાર કરી રયો હતો કે, આ સંદર્શન જે મે જોયું છે; શું હશે? તઈ ઈ માણસ જેને કર્નેલ્યસે મોકલ્યા હતાં એને સિમોનના ઘરનું રેઠાણ પુછતા કમાડ આગળ ઉભા રય ગયા.
પણ મને ખબર નોતી કે આ વાતોની તપાસ કેવી રીતે કરું, ઈ હાટુ મે પાઉલને પુછયું કે, “શું તુ યરુશાલેમ શહેરમાં જાવા માંગ છો કે, ન્યા આ વાતોથી તારો ન્યાય કરવામા આવે?”