પણ તેઓને એક પત્ર લખીને મોકલે, ઈ બતાવવા હાટુ કે, ઈ ખાવાનું નો ખાય જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને ગળુ દબાવીને મારેલા જનાવરોનું માસ નો ખાતા અને એનુ લોહી પણ નો પિતા.
એટલે કે, તમારે આ નીવેદ ખાવું નય, જે લોકોએ મૂર્તિઓને સડાવ્યું છે, અને છીનાળવા નો કરવા અને ગળુ દબાવીને મરેલા જનાવરોનું માસ ખાવું નય અને એનુ લોહી પીવું નય. એનાથી છેટા રયો તો તમારુ ભલું થાહે. તમે કુશળ થાવ.”
હું જાણુ છું અને પરભુ ઈસુ તરફથી મને પુરી ખાતરી થય છે કે, કોય પણ ખાવાની વસ્તુ જાતે અશુદ્ધ નથી, જો કોય માણસ એમ માંને કે, અમુક ખાવાની વસ્તુ અશુદ્ધ છે, તો ઈ ખાવાની વસ્તુ એની હાટુ અશુદ્ધ બની જાય છે.
તમારુ કાક ખાવાની વસ્તુઓને ખાવાના કારણે પરમેશ્વરનું કામ નો બગાડે, બધુય હારુ તો છે, પણ ઈ હારુ નથી જઈ તમે ઈ વસ્તુ ખાવ છો, એના કારણે તમે બીજાની હાટુ એક ઠોકરનું કારણ બની જાવ છો.
જેના મન હારા છે, એનામા કોય પાપ કરવાનો વિસાર નથી, એની હાટુ બધુય સોખું છે. પણ જેનું મન હારું નથી અને ઈસુ ઉપર વિશ્વાસ નથી કરતાં, એની હાટુ કાય પણ સોખું નથી કેમ કે, એના મન અને હ્રદય બેય ભુંડા છે.