13 અને એક એવી વાણી હંભળાણી કે, “હે પિતર ઉભો થા, અને એને મારીને ખા.”
તઈ એને ભૂખ લાગી અને કાક ખાવા માગતો હતો, પણ જઈ તેઓ ખાવાની તૈયારી કરતાં હતાં, તો પિતરને સંદર્શન થયુ.
જેમાં ધરતી ઉપરનાં બધાય પરકારના સ્યાર પગવાળા અને પેટે હાલનારા જનાવરો અને આભમાં ઉડનારા પંખીઓ હતા.
પણ પિતરે કીધું કે, “નય પરભુ નય, હું નય ખાવ; કેમ કે, કોય પણ અશુદ્ધ વસ્તુ મે કોય દિવસ ખાધી નથી.”