હું જોપ્પા શહેરમાં પ્રાર્થના કરી રયો હતો, તઈ હું બેભાન થય ગયો અને એક સંદર્શન જોયું કે, આભ ખુલી ગયુ, અને એક મોટી સાદર જેવી એક વસ્તુ નીસે ઉતરી રય છે. એને સ્યારેય છેડાથી પકડીને ધરતી ઉપર ઉતારવામાં આવી રય છે.
મસીહના હારા હમાસાર વિષે હું શરમાતો નથી; કેમ કે, ઈ બધાય વિશ્વાસ કરનારાના તારણની હાટુ પરમેશ્વરનું સામર્થ્ય છે, પેલા યહુદી લોકોની અને પછી બિનયહુદી લોકોની હાટુ.
મસીહમાં એક યહુદી કા બિનયહુદી, એક દાસ, કા એક આઝાદ માણસની વસ્સે કોય ભેદભાવ નથી. આમાં પણ કોય ભેદભાવ નથી કે, તમે એક માણસ છો; કે બાય છો. આપડે બધાય ઈસુ મસીહમાં એક હરખા છયી.
ઈ પરમેશ્વરની યોજના છે, હારા હમાસાર પરમાણે પરમેશ્વરનાં આશીર્વાદોમાં યહુદીઓની હારે બિનયહુદીઓને પણ ભાગ મળ્યો છે. તેઓ એક જ દેહના અંગો છે અને મસીહ ઈસુમાં પરમેશ્વરે આપેલા વરદાનના ભાગીદાર બન્યા છે.
અને પરમેશ્વરનું જે મંદિર સ્વર્ગમા છે, ઈ ખોલવામાં આવ્યું અને એના મંદિરમાં તેઓના કરારની પેટી જોવામાં આવી અને વીજળીઓ, વાણીઓ, ગર્જનાઓ, ધરતીકંપ અને બોવજ કરાનો વરસાદ થયો.
પછી મે સ્વર્ગને ખુલો જોયો, અને જોવ છું કે, એક ધોળો ઘોડો છે અને એની ઉપર એક બેઠેલો છે, જે પરમેશ્વરનો વિશ્વાસ લાયક અને હાસો કેવાય છે, ઈ એની જેમ જે પરમેશ્વરની નજરમાં હાસુ છે, પરમેશ્વરનાં વેરીઓની વિરુધ ન્યાય કરે અને યુદ્ધ કરે છે.
મારી આ બધીય વાતોને જોયા પછી, મે યોહાને સ્વર્ગમા એક ખોલેલો કમાડ જોયો, પછી મે ઈજ પેલો અવાજ બીજીવાર હાંભળ્યો જો કે એક રણશિંગડાના અવાજ જેવો હતો. એણે મને કીધું, “મારી પાહે આયા ઉપર આવ, અને હું ઈ વાતો તને બતાવય, જેને આ વાતો પુરી થાવી જરૂરી છે.”