8 પણ જઈ પવિત્ર આત્મા તમારામા આયશે, તઈ તમે સામર્થ પામશો; અને યરુશાલેમ શહેર અને સમરૂન પરદેશ અને આખા યહુદીયામાં અને આખા જગતના છેડા હુધી લોકો મારી વિષે સાક્ષી થાહે.
સ્વર્ગદુતે એણે જવાબ આપ્યો કે, “પવિત્ર આત્મા તારા ઉપર આયશે, અને પરાત્પરનું પરાક્રમ તારી ઉપર છાયો કરશે, એટલે જે બાળક તારાથી જનમશે, ઈ પવિત્ર છે, અને ઈ પરમેશ્વરનો દીકરો કેવાહે.
પણ તમારો વિશ્વાસ એક પાયાની જેમ મજબુત અને પાકો હોવો જોયી અને આશા ક્યારેય છોડવી નો જોયી જે તમને હારા હમાસારથી મળેલી છે. ઈજ હારા હમાસાર આભની નીસેના બધાય લોકોને બતાવામાં આવ્યા છે, અને હું પાઉલ એનો પરચાર કરવા હાટુ સેવક બન્યો.