4 એક વખત જઈ ઈ ભેગા હતાં, તઈ ઈસુએ એને આજ્ઞા આપી કે, “જ્યાં લગી પરમેશ્વર બાપે કરેલો વાયદો જેની સરસા તમે મારા મોઢેથી હાંભળી, ઈ પુરી નો થાય ન્યા લગી યરુશાલેમ શહેરમાં જ રોકાજો અને એની વાટ જોતા રેજો.
અને હું પોતે જ પવિત્ર આત્મા તમારી ઉપર મોકલીશ, જે વાયદો મારા બાપે કરયો છે, પણ તમારે ન્યા હુધી શહેરમાં રાહ જોવી પડશે કે, જ્યાં હુધી તમને સ્વર્ગમાંથી સામર્થ નય આપવામાં આવે.”
પણ ઈસુએ તેઓને આત્મા વિષે આ કીધું કે, જેઓ એની ઉપર વિશ્વાસ કરનારાઓને જે આત્મા મળવાનો હતો કેમ કે, એણે હજી હુધી મહિમાવાન કરવામા આવ્યો નોતો, ઈ હાટુ પવિત્ર આત્મા હજી આપવામાં આવ્યો નોતો.
હવે ઈ સ્વર્ગમા પરમેશ્વરનાં જમણા હાથે માનની જગ્યાએ બેઠેલો છે. અને બાપે જેવો ઈસુને વાયદો કરયો હતો, એને પવિત્ર આત્મા દીધો અને એણે પવિત્ર આત્મા આપણને દીધો છે, જેમ કે, આજે તમે જોવો અને હાંભળો છો.