3 એને દુખ સહન અને મરણ પછી બોવ જ પાકા પુરાવા હારે પોતાની જાતને જીવતો બતાવ્યો, અને સ્યાલીસ દિવસ હુધી એને દરશન દેતો અને પરમેશ્વરનાં રાજ્યની વાતુ કરતો રયો.
અને જે એની પાહે આવતો હતો, ઈ બધાયને મળતો રયો અને હિમંતની હારે બીયા વગર, અને કાય રોકાયા વગરના પરમેશ્વરનાં રાજ્યનો પરસાર કરતો અને પરભુ ઈસુ મસીહની વાતો શીખવાડતો રયો.
પણ જઈ ઈ લોકોએ ફિલિપને પરચાર દ્વારા પરમેશ્વરનાં રાજ્ય અને પરભુ ઈસુ મસીહના નામના હારા હમાસાર હાંભળ્યા તો એણે ઈસુ મસીહના નામ ઉપર વિશ્વાસ કરયો, અને બોવ માણસો અને બાયુએ વિશ્વાસ કરીને જળદીક્ષા લીધી.
પરમેશ્વરનાં રાજમાં, ખાવું પીવું મહત્વનું નથી, મહત્વની વાતો ઈ છે કે, પરમેશ્વરની હારે હારું જીવન જીવવું, પવિત્ર આત્મામાં શાંતિ અને આનંદ મળે છે જે પવિત્ર આત્મા આપે છે.
આપડે તમને જીવનના વચન વિષે લખી રયા છયી, જે જગતના શરુઆતથી છે જેને અમે હાંભળ્યું છે, અમે પોતાની આંખોથી જોયું છે, અને અમે ધ્યાનથી નિરખુ છે, અને અમે એને અમારા હાથોથી અડયા છયી.