ઈ દિવસોમાં જઈ યોહાન પરચાર કરી રયો હતો, તઈ ઈસુ નાઝરેથ નગરમાંથી જે ગાલીલ જિલ્લામાં હતું ન્યાથી આવ્યો, અને ઈ જ્યાં યોહાન પરચાર કરી રયો હતો ન્યા ગયો અને યોહાને એને યર્દન નદીમાં જળદીક્ષા આપી.
અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.
પણ ઈસુને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા બોલાવ્યા પેલા, એણે પવિત્ર આત્માની મદદથી ગમાડેલા ચેલાઓ જેને એણે ગમાડયા હતાં આજ્ઞા દયને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા ઉપર ઉપાડવામાં આવ્યો.