14 તેઓ સદાય ઈ જગ્યા ઉપર પ્રાર્થના કરવા ભેગા થાતા હતાં, ન્યા બાયુ હોતન હતી, જેણે ઈસુની મદદ કરી હતી અને ઈસુની મા મરિયમ હોતન ઈસુના ભાઈઓની હારે બધાય એક મનના થયને પ્રાર્થના કરતાં હતા.
આગલી હાંજે, વિશ્રામવારનો દિવસ વીતી ગયા પછી, મગદલા શહેરની મરિયમ અને શાલોમી અને મરિયમ જે યાકુબની માં હતી, તેઓ સુંગધિત તેલ વેસાતી લયને આવી જેથી યહુદી રીવાજ પરમાણે ઈસુની લાશ ઉપર સોળી હકે.
અને દરેક વખતે અને દરેક પરકારે આપડે એવી જ રીતે પ્રાર્થના કરવી જોયી જેમ પવિત્ર આત્મા દોરવણી કરે છે, અને વિનવણી કરતાં રયો, અને જાગતા રયો કે, બધાય પવિત્ર વિશ્વાસી લોકોની હાટુ સદાય વિનવણી કરો,