11 અને કેવા લાગ્યા કે, હે ગાલીલ પરદેશમા રેનારા માણસો તમે કેમ ઉભા રયને આભની હામે જોવ છો? આજ ઈસુ જેને પરમેશ્વરે જેવી રીતે તમારી પાહેથી સ્વર્ગમા ઉપાડી લીધો છે, એવી જ રીતે ઈ પાછો આયશે.
પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”
પણ ઈ પાછો ફરી ગયો. અને ઘડીક વારમાં પછી તેઓએ જે પાહે ઉભા હતાં તઈ પિતરને કીધું કે, હાસીન તુ તેઓમાંથી એક છો કેમ કે, “તુ જેવી રીતેથી બોલે છે, એનાથી ખબર પડે છે કે, તુ પણ ગાલીલ જિલ્લામાંથી છે. ઈ હાટુ આ પાકું છે કે, તુ એના ચેલાઓમાંથી એક છે.”
પણ ઈસુને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા બોલાવ્યા પેલા, એણે પવિત્ર આત્માની મદદથી ગમાડેલા ચેલાઓ જેને એણે ગમાડયા હતાં આજ્ઞા દયને પરમેશ્વર દ્વારા સ્વર્ગમા ઉપર ઉપાડવામાં આવ્યો.
આ જોયને પિતરે ઈ લોકોને કીધું કે, ઈઝરાયલ દેશના લોકો, તમે આ માણસને જોયને કેમ સોકી ગયા છો, અને અમારી બાજું આવી રીતે એકી નજરે કેમ જોય રયો છો જેમ માની લ્યો કે, અમે અમારા પોતાના અધિકાર કે સામર્થ્યથી આ માણસને હાલવા લાયક બનાવી દીધો.
ઈસુને સ્વર્ગમા ઈ વખત લગી રેવું જરૂરી છે, જઈ પરમેશ્વર ઈ બધીય વસ્તુઓને નવી કરી દેય; જે એને બનાવી છે. જેના વિષે પરમેશ્વરે પવિત્ર આગમભાખીયાઓ દ્વારા કીધું છે.
કેમ કે, પરભુ ઈસુ પોતે જ સ્વર્ગમાંથી આયશે, તઈ હુકમ કરવામા આયશે, અને પ્રમુખ દૂતનો અવાજ હંભળાહે, અને પરમેશ્વરનાં રણશિંગડાનો અવાજ હંભળાહે, તઈ જે ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરીને મરી ગયા છે, ઈ પેલા જીવતા થય જાહે.
જોવો, મસીહ વાદળની હારે આવનાર છે, દરેક માણસ એને જોહે, જે લોકો એના મોત હાટુ જવાબદાર હતાં, તેઓ પણ જઈ એને આવતાં જોહે, તઈ પૃથ્વીના બધાય લોકો એને જોહે અને જોર-જોરથી રોહે, આમીન.