5 હે મારા વાલા મિત્ર, તે ઈમાનદારીથી આપડી હારે આપડા સાથી વિશ્વાસી ભાઈઓને મદદ કરવા હાટુ બોવ કામ કરયુ છે, જે ગામે ગામ જયને પરચાર કરનારા સેવક ન્યા હુધી કે, તુ ઈ લોકોની પણ મદદ કરે છે જેને તુ ઓળખતો નથી.
એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર ઈ હોય છે, જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે અને માલીક તેઓને બરાબર વખતે ખાવાનું આપવાનું કેય છે, પછી ઈ લાંબી યાત્રાએ નીકળી જાય છે.
પરભુએ કીધું કે, એક વિશ્વાસી અને બુદ્ધિશાળી ચાકર કોણ છે, શું ઈ જેને ઘરનો માલીક બીજા ચાકરોનું ધ્યાન રાખવા હાટુ કારભારી ઠરાવે છે, જેથી ઈ તેઓને વખતસર ખાવાની વસ્તુઓ આપે?
ઈ હાટુ જો હું જઈ આવય, તો મંડળીના લોકોથીને મોંઢામોઢ વાત કરય કે, ઈ શું શું કરે છે, એટલે કે, અમારી ઉપર ખરાબ કામો કરવાના ખોટા આરોપ લગાડે છે. અને એટલુ જ નય ઈ પોતે પરચાર કરનારા ભાઈઓને સ્વીકારતા નથી અને જે તેઓનો સ્વીકાર કરવા માગે છે એને હોતન ના પાડે છે, અને તેઓને મંડળીમાંથી બારે કાઢી મુકે છે.
કેમ કે, જઈ કોય સાથી વિશ્વાસી ભાઈઓને આવીને અમને બતાવ્યું કે, તુ પરમેશ્વરનાં હાસા મારગ પરમાણે જીવી રયો છે, અને જેની ઉપર તુ હાસોહાસ હાલે છે, તો હું બોવ જ રાજી થયો.