11 હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.
હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે પરમેશ્વરની ઈ મંડળીના પરમાણે હાલો છો જે યહુદીયા પરદેશમા ઈસુ મસીહમા છે કેમ કે, જેમ તેઓએ યહુદી લોકો તરફથી દુખ સહન કરયુ છે, એમ તમે પણ પોતાના જાતિના લોકો તરફથી એવા જ દુખ સહન કરયા છે.
એને ભુંડાય કરવાથી સતત મનાય કરવી જોયી અને એની બદલે જે હારું છે ઈ કરવુ જોયી. ઈ લોકોને એક-બીજાની હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવામા મદદ કરવાનો પ્રયત્ન કરવો જોયી; એને લોકો હારે શાંતિપૂર્ણ રીતે કામ કરવાનો આગ્રહ રાખવો જોયી.
એનાથી જ પરમેશ્વરનાં સંતાનો અને શેતાનના સંતાનો ઓળકહી હકાય છે, જે લોકો ન્યાયી કામો કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, અને તેઓ જે પોતાના વાલા વિશ્વાસી ભાઈ અને બહેનની ઉપર પ્રેમ રાખે છે ઈ પરમેશ્વર તરફથી છે.
હે વાલા મિત્રો, દરેક એક માણસ ઉપર વિશ્વાસ નો કરો, જે પવિત્ર આત્મા દ્વારા બોલવાનો દાવો કરે છે, પણ આત્માઓને પારખો કે, તેઓ પરમેશ્વર તરફથી છે કે નથી, કેમ કે, ઘણાય બધાય ખોટા આગમભાખીયા જગતમાં છે.