Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 તિમોથીને પત્ર 4:5 - કોલી નવો કરાર

5 પણ તુ બધીય વાતોમાં પોતાની ઉપર કાબુ રાખ, અને ધીરજથી દુખ સહન કર, હારા હમાસારનો પરચાર કરવા હાટુ કઠણ મેનત કર, અને પરમેશ્વરનાં સેવકની જેમ ઈ બધાય કામો કર જે તને એણે હોપા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 તિમોથીને પત્ર 4:5
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેને પાંસ તાલંતો એટલે એક તાલંતની કિમંત લગભગ પંદર વરહની મજુરી બરાબર છે તે મળ્યા, ઈ તરત જયને વેપાર કરીને બીજા પાંસ તાલંત કમાણો.


મારું જાવાનું અને પાછુ આવવાનું આ રીતે હશે કા આ દાખલાથી હંમજાવી હકાય છે કે, એક માણસ લાંબી યાત્રા ઉપર જાવા હાટુ પોતાનુ ઘર છોડી દેય છે. જાયા પેલા, ઈ પોતાના સેવકોને ઈ કામ બતાવે છે જે તેઓને કરવુ જોયી, જે ઘરે દરવાજા પાહે રખેવાળી કરે છે કે, ઈ એને પાછો આવવા હુધી તૈયાર રેય.


અને જે હું તમને કવ છું, ઈજ બધાયને કવ છું: મારે આવવા હુધી તૈયાર રયો!”


જે ચાકરો એની પાછા આવવાની વાટ જોહે, તેઓ આશીર્વાદિત છે; હું તમને હાસુ કવ છું કે, ઈ માલીક એક ચાકરની જેમ લુગડા પેરીને એને જમવા બેહાડશે, પછી માલીક તેઓની પાહે આવીને સેવા કરશે.


બીજા દિવસે અમે ન્યાંથી હાલીને કાઈસારિયા શહેરમાં આવ્યા, અને ફિલિપ ઈ હારા હમાસાર પરસાર કરનારા હાતમાંથી એક હતો, એની ઘરે જયને ચેલાઓ રયા.


એટલે યરુશાલેમ શહેરથી રવાના થયને ફરતા ફરતા ઠેઠ ઈલુરીકમ પરદેશ હુધી સમત્કાર, નિશાનીઓ અને પવિત્ર આત્માની સહાયથી મે મસીહ ઈસુના હારા હમાસાર પુરેપુરી રીતે પરગટ કરયા છે એની વિષે જ હું કેય.


આ મસીહ હતો જેણે આ જવાબદારી મંડળીને દીધી, એમ જ કેટલાય ગમાડેલા ચેલાઓ, કેટલાય આગમભાખીયાઓ, કેટલાય હારા હમાસાર પરચારકો, કેટલાયને પાળકો અને શિક્ષકો બનાવ્યા.


એની જવાબદારી ઈ છે કે, ઈ પરમેશ્વરનાં લોકોને એનું કામ કરવા હાટુ તૈયાર કરી હકે અને મસીહનો દેહ એટલે કે, મંડળીનું બાંધકામ બધાતું થાય.


આ મંડળી હાટુ હું પરમેશ્વર દ્વારા હોપવામાં આવેલી સેવા હાટુ સેવક બનાવામાં આવ્યો છું કે, હું પરમેશ્વરનાં હારા હમાસારને પુરી રીતેથી શિખવાડી હકુ.


વળી આર્ખિપસને કેજો, “જે સેવા પરભુમાં તને આપી દીધી છે એને સાવધાનીથી પુરી કરજે.”


ઈ હાટુ આપડે બીજાઓની જેમ હુતા નો રેયી, પણ જાગતા રેયી અને સાવધાન રેયી.


જો તુ જુવાનયો છો, એથી તારો કોય નકાર કરે નય, પણ તારે વાણી, વરતન, પ્રેમ, વિશ્વાસ અને પવિત્ર જીવન જીવવામાં બધાય હાટુ વિશ્વાસી લોકોની હારું નમુનારૂપ બનવું.


ઈ બધીય વાતોનો અભ્યાસ કર, અને એમા જ પોતાનુ મન લગાડી રાખ, જેથી દરેક માણસ આ જોય હકે કે, તુ પોતાના વિશ્વાસમા વધી રયો છે.


ઈ હાટુ તુ પોતાના પરભુ ઈસુ મસીહના વિષે બતાવાથી કે, મારા વિષે જે હું એની હાટુ જેલખાનામાં છું, શરમાવાનું નથી, પણ પરમેશ્વર દ્વારા દીધેલું સામર્થને પરમાણે હારા હમાસાર હાટુ મારી હારે તુ હોતન દુખ ભોગવ.


આ કારણથી હું પરમેશ્વરનાં ગમાડેલા લોકોની હાટુ આ બધાય દુખો સહન કરું છું કે, તેઓ પણ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરે અને બસાવ થાય, અને અનંતકાળની મહિમા પ્રાપ્ત કરે.


જેમ એક હારો સિપાય યુધ્ધમાં દુખ ભોગવે છે, એમ જ તુ પણ ઈસુ મસીહના એક હારા સિપાયની જેમ મારી હારે દુખ ભોગવ.


ઈ વખતમાં પરભુએ મને સામર્થ આપીને અને મારી મદદ કરી, જેથી હું ઈસુ મસીહની વિષે હારા હમાસારનો પરચાર હારી રીતેથી કરવાને લાયક થય હકુ, અને બિનયહુદીઓના બધાય લોકો હાંભળી હકે. અને એણે મને ભૂખા સિંહના મોઢામાંથી બસવાની જેમ મોતથી મને બસાવ્યો.


તમારા આગેવાનો રાત-દિવસ તમારા આત્માઓની દેખભાળ કરે છે; જેથી તમે ભટકી નો જાવ. કેમ કે, તેઓને એની સેવાનો હિસાબ આપવાનો છે. ઈ હાટુ તમે એની આજ્ઞા પાલન કરો અને એની આધીન રયો, જેનાથી તેઓ પોતાનું કામ હરખથી કરે, નય કે હોગ કરતાં, કેમ કે, એનાથી તમને કાય લાભ થાતો નથી.


ઈ હાટુ પરમેશ્વરનું પાલન કરવા હાટુ પોતાના મગજને તૈયાર કરો. મારો મતલબ ઈ છે કે, તમારે તમારા મનને નિયંત્રણ કરવા જોયી. આશા રાખો કે, તમે હારી વસ્તુઓ મેળવશો જે પરમેશ્વર કૃપાથી તમારી હાટુ કરશે જઈ ઈસુ મસીહ સ્વર્ગથી પાછો આયશે.


તુ જાગૃત થા, અને મારા ઉપરનાં તારા ભરોશાને મજબુત કર જ્યાં હુધી કે તારામાં થોડોક ભરોસો બાકી રયો છે કેમ કે, ઈ પુરેપુરો નાશ થાય નય, હું જાણું છું કે તારી ખોટ બોવ મોટી છે કેમ કે, તુ જે કરી રયો છો પરમેશ્વર એનાથી રાજી નથી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ