Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 તિમોથીને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 તિમોથીને પત્ર 3:5
20 ပူးပေါင်းရင်းမြစ်များ  

ખોટા આગમભાખીયાઓથી સેતીને રયો, જેઓ ઘા નો પુગાડનાર ઘેટાની જેમ વેશ બદલીને તમારી પાહે આવે છે, પણ મોઢે ફાડી ખાનારા વરુ જેવા છે.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


જો કોય અમારા આ પત્રમાં લખેલી વાતોને નો માંને, તો એની ઉપર ધ્યાન રાખો, અને તેઓથી છેટા રયો, જેથી ઈ પોતે શરમાય જાય.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.


લોક વાયકાની ખોટી વાર્તાઓને જોયને ખોટા વખતનો બગાડ કરમાં અને ઈ મુરખતાભરેલી વાર્તાઓ જે પરમેશ્વરને માન નથી આપતી, અને તમે પરમેશ્વરનું જીવન જીવવા હાટુ પોતાને શીખવતા રયો.


કેમ કે, દેહિક કસરત કરવાથી દેહને થોડોક ફાયદો થાય છે, પણ પરમેશ્વરની ભગતી બધીય વાતો હાટુ ફાયદાકારક છે કેમ કે, આ એક માણસને હમણાં અને ભવિષ્યમાં ઈ જીવનને મેળવશો, જે પરમેશ્વરે વાયદો કરયો છે.


પણ જો કોય પોતાના હગા-વાલાની ખાસ કરીને પોતાના પરિવારની જરૂરિયાત પુરી નો કરે, તો એણે વિશ્વાસનો ત્યાગ કરી દીધો છે, અને ઈ અવિશ્વાસીથી પણ ભુંડો બની ગયો છે.


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


પણ જગતની અને નકામી વાતોથી છેટા રયો, કેમ કે આવા લોકો પરમેશ્વરથી વધારે છેટા થય જાય છે.


પણ મુરખ અને અક્કલ વગરનાની હારે વાદ-વિવાદ કરવાથી આઘો રે કેમ કે, તુ જાણ છો કે, એનાથી બાધણું જ થાય છે.


ઈ ખોટા શિક્ષકો એમ કેય છે કે, અમે પરમેશ્વરને જાણી છયી, પણ એનુ વરતન સોખી રીતે બતાવે છે કે, ઈ પરમેશ્વરને ઓળખતા નથી. કેમ કે, પરમેશ્વર આવા લોકોને ધિક્કારે છે, ઈ લોકો આજ્ઞા માનનારા નથી અને ઈ કાય પણ હારા કામોને લાયક નથી.


તારે ઓછામાં ઓછી બે વાર ઈ લોકોને સેતવણી આપવી જોયી, જે મંડળીમાં ભાગલા પડવતા હોય છે કે, ઈ એવુ કરવાનું બંધ કરે, એની પછી તેઓથી આઘું રેવું જોયી.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ