2 તિમોથીને પત્ર 2:19 - કોલી નવો કરાર19 તો પણ પરમેશ્વરનાં લોકો એક મજબુત બનાવેલા ઘરના પાયાની જેમ છે, એની ઉપર આ વચનની મહોર લગાડેલી છે કે, “પરભુ જાણે છે કે એના લોકો કોણ છે” અને ઈ પણ લખેલુ છે કે, “જો કોય પણ પરભુનુ ભજન કરે છે ઈ ભુંડુ કરવાનું છોડી દેય.” အခန်းကိုကြည့်ပါ။ |
આ હિંસક પશુ જેને તે હમણા જોયો, એક વખતે જીવતો હતો, પણ હવે જીવતો નથી, ઈ ઊંડાણના ખાડામાથી બારે આવવાનો છે, અને પરમેશ્વર એને પુરી રીતેથી નાશ કરી નાખશે, પૃથ્વી ઉપર રેનારા લોકો જેના નામ પરમેશ્વરે જગત બન્યા પેલા જીવનની સોપડીમા નથી લખ્યા, તેઓ બધાય નવાય પામશે, જઈ તેઓ આ પશુને જોહે, જે એક વખતે ઈ જીવતો હતો, હવે ઈ જીવતો નથી, પણ ઈ પાછો આયશે.
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.