2 તિમોથીને પત્ર 2:12 - કોલી નવો કરાર12 જો આપડે દુખ સહન કરતાં રેહુ, તો ઈસુ મસીહની હારે રાજ પણ કરશું, પણ જો આપડે કેયી કે, અમે મસીહને નથી ઓળખતા, તો ઈ પણ બોલશે કે આપડે એના નથી. အခန်းကိုကြည့်ပါ။ |
જો તમારામાંથી કોય પણ મને પોતાના પરભુની જેમ અપનાવવા અને મારા શિક્ષણનું પાલન કરવાનું સ્વીકારતા નથી કેમ કે, તમે બીવો છો કે, આ યુગના અવિશ્વાસુ અને પાપી લોકો તમારું નુકશાન કરશે, પછી હું, માણસનો દીકરો, જઈ પવિત્ર સ્વર્ગદુતોની હારે પૃથ્વી ઉપર પાછો આવય, તઈ તમારો અસ્વીકાર કરી દેય કે, તમે મારા ચેલાઓ છો. તઈ દરેક મારી મહિમાને જોહે, જે મારા બાપની જેમ છે.”
કેમ કે, કેટલાક પરમેશ્વરનો નકાર કરનારા ખબર પડે નય એવી રીતે આપડી વસે આવી ગયા છે, ઈ એવા દૃષ્ટ માણસો જેવા છે જેના વિષે આગમભાખીયાઓએ ઘણાય વખત પેલા લખ્યું હતું ઈ ખોટી વાતુ શીખવાડે છે અને ઈ વિસારે છે કેમ કે, પરમેશ્વર એની ઉપર દયાળુ છે ઈ એને એવા દૈહિક પાપ કરવાની રજા આપે છે આવી રીતે જે ઈસુની વિષે જે હાસુ છે એનો વિરોધ કરે છે જે મસીહ છે, જે આપડો એક જ માલીક અને પરભુ છે.
હું જાણું છું કે, તારું શહેર શેતાનના કબજામાં છે, છતાય તે મારી ઉપરનાં વિશ્વાસને મજબુતીથી પકડી રાખ્યો છે અને તે મારા શિક્ષણને છોડયું નથી, ન્યા હુધી કે તોય પણ નય જઈ બોવ વખત પેલા આંતિપાસની હત્યા કરવામા આવી હતી. ઈ મારા વચનનો પરચાર કરવામા વિશ્વાસ લાયક હતો, ઈ હાટુ એને તારા શહેરમાં મારી નાખવામા આવ્યો જે શેતાનના કબજામા છે.
એની પછી મે કાક રાજગાદી જોય અને જે લોકો ઈ રાજગાદી ઉપર બેઠા હતાં તેઓને રાજ કરવાનો અધિકાર આપવામા આવ્યો હતો. મે ઈ લોકોની આત્માઓને પણ જોય, જેના માથાઓ કાપી નાખવામાં આવ્યા હતાં કેમ કે, તેઓએ ઈ માન્યુ હતુ કે, ઈસુ એનો પરભુ હતો અને તેઓ પરમેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ કરતાં હતા. ઈ લોકોએ હિંસક પશુ કે, એની મૂર્તિનુ ભજન કરયુ નોતુ, તેઓએ પોતાના માથા કે હાથ ઉપર હિંસક પશુની છાપ નોતી છપાવી. આ લોકો ફરીથી જીવતા થય ગયા અને એક હજાર વરહ હુધી મસીહની હારે મળીને રાજ્ય કરયુ.