Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:6 - કોલી નવો કરાર

6 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને પોતાના પરભુ ઈસુ મસીહના નામથી જે આજ્ઞા આપીએ છયી કે, તમે બધાય એવા વિશ્વાસી ભાઈઓ અને બેનુથી છેટા રયો, જે કામ કરવામા આળસુ છે, અને જે આપડા શીખવાડીયા પરમાણે નથી કરતા.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:6
24 ပူးပေါင်းရင်းမြစ်များ  

જો ઈ એનું નો માંને, તો મંડળીને કહો, ફરી જો મંડળીનું પણ નો માંને, તો બીજી જાતિ અને કર લેનારા હારે જેવું વર્તન કરો છો એમ તેઓને પણ મંડળી પાહેથી કાઢી નાખો.


મારા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને વિનવણી કરું છું કે, જે લોકોના કારણે બીજા લોકોનો વિશ્વાસ મટી જાય છે, કે ખોટી વાતો ઉપર વિશ્વાસ કરે છે, એનાથી સાવધાન રયો અને એનાથી આઘા રયો.


હું તમારી વાહવાહ કરું છું કેમ કે, તમે મને બધીય વાતોમાં યાદ કરતાં રયો છો; અને જે શિક્ષણ મેં તમને આપ્યુ છે, એનું ધ્યાન રાખીને પાલન કરતાં રયો.


જેથી તમે ઈસુ મસીહના સામર્થ હારે ભેગા થાવ તઈ હું ઈ આત્મામાં તમારી હારે હોય.


મેં મારા પેલા પત્રમાં આવું લખ્યું હતું કે, છીનાળવાઓથી સબંધ રાખવો નય.


જેને તમે માફ કરો છો એને હું માફ કરું છું, કેમ કે જેને પણ માફ કરવાની જરૂર છે મેં પાકી રીતેથી એને પેલાથી જ માફ કરી દીધા છે, અને મેં એને તમારી ભલાય હાટુ મસીહની હામે માફ કરી દીધા છે.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


જે કાય પણ તમે કયો છો કા કામોથી જે કાય કરો બધુય પરભુ ઈસુને નામે કરો, અને એની દ્વારા પરમેશ્વર બાપના આભારી રયો.


મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, છેલ્લી વાત આ છે કે, તમારુ જીવન જીવવાથી પરમેશ્વરને કેવી રીતે રાજી કરવા ઈ અમારીથી શીખા છો, અને એમ જ તમે જીવો છો, ઈ હાટુ અમે પરભુ ઈસુ મસીહના નામમાં તમારીથી વિનવણી કરી છયી, અને તમને હંમજાવી પણ છયી કે, તમે એમા વધતા જાવ.


અને જેમ અમે તમને હંમજાવ્યું છે, એમ જ શાંતિથી રયો, અને બીજાના કામમા માથું નો મારવું, પણ પોતે કમાવાની કોશિશ કરો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે તમને વિનવણી કરી છયી એવા લોકોને સેતવણી આપો જે આળસુ છે અને બીય ગયેલાઓને હિંમત આપો, અને જે વિશ્વાસમા નબળા છે એઓની મદદ કરો, અને બધાયની હારે ધીરજ રાખીને વ્યવહાર કરો.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, મક્કમ રયો, આ વાતો ઉપર વિશ્વાસ કરતાં રયો, જે જે વાતો અમે તમને શિક્ષણ કે લખેલા પત્ર દ્વારા શીખવી હતી.


તમે પોતે જાણો છો કે, તમને કેવી રીતે અમારી જેવું જીવન જીવવું જોયી કેમ કે, અમે તમારી હારે રયને કામ કરવામા આળસ નથી કરી.


હું તને પરમેશ્વર, અને ઈસુ મસીહ, અને સ્વર્ગદુતોની હામે સેતવણી આપું છું કે, આ બધીય વાતો શંકા કરયા વગર માનતો રેય, અને દરેક કામ કોયનો પણ ભેદભાવ કરયા વગર કર.


અને એવુ કરનારામાં કાયમ બાધણા થાતા રેય છે, તેઓની બુદ્ધિ બગડી ગય છે, તેઓને લાગે છે કે, પરમેશ્વરની સેવા કરવી માલ-મિલકત કમાવાનું સાધન છે.


તેઓ દેખાડવા હાટુ ભજન કરશે, પણ તેઓ પરમેશ્વરનાં સામર્થ્યને પોતાના ખરાબ જીવનોને બદલવા હાટુ ના પડી દેય છે. એવા લોકોથી છેટા રયો.


જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,


જો કોય તમારી પાહે આવે, અને જો ઈ કાક એવુ શિક્ષણ આપતો હોય જે મસીહના શિક્ષણથી અલગ છે, તો એને નો તો ઘરમાં આવવા દયો, અને નો એને સલામ કરો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ