Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:5 - કોલી નવો કરાર

5 પરભુ તમને આ હમજાવવા હાટુ મદદ કરે કે, પરમેશ્વર તમને કેટલો પ્રેમ કરે છે, અને ઈસુ મસીહની જેમ ધીરજ રાખો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 3:5
33 ပူးပေါင်းရင်းမြစ်များ  

આશા શરમાવતી નથી; કેમ કે, આપણને આપેલા પવિત્ર આત્માથી આપડા હૃદયમાં પરમેશ્વરનો પ્રેમ વહેડાવાયો છે.


પણ આપડે કાક એવુ મેળવવાની આશા છે જે આપડી પાહે હજી હુધી નથી ઈ હાટુ આપડે ધીરજ હારે ન્યા હુધી વાટ જોયી છયી જ્યાં હુધી કે આપડે એને મેળવી નો લેયી.


અને આપડે જાણી છયી કે, પરમેશ્વર ઈ લોકોની હાટુ બધીય વસ્તુઓને એક હારા અંત ઉપર લીયાવે છે જે એને પ્રેમ કરે છે એટલે કે, તેઓના હાટુ, જેને એણે પોતાની ઈચ્છા પરમાણે ગમાડીયા છે.


પણ જો કોય પરમેશ્વરને પ્રેમ કરે છે, તો ઈ હાટુ પરમેશ્વર ઈ માણસને ઓળખે છે.


જઈ પવિત્ર આત્માનું આપણને કાબુ કરે છે તો ઈ આપણને પ્રેમ, આનંદ, શાંતિ, સહનશીલતા, દયા, ભલાય, વિશ્વાસુપણું.


અને તમે કેવી રીતે પરમેશ્વરનાં દીકરાને સ્વર્ગથી પાછા આવવાની રાહ જોય રયા છો, જેને પરમેશ્વરે મરેલામાંથી પાછો જીવતો કરયો કા ઈસુને, જે પરમેશ્વરનાં આવનાર ગુસ્સાથી આપણને બસાવે છે.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


અમે પ્રાર્થના કરી છયી કે, આપડા પરમેશ્વર બાપ અને આપડા પરભુ ઈસુ મસીહ, અમને તમારી પાહે આવીને મળવા હાટુ મોકો આપે.


હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.


આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.


એમ જ મસીહે ઘણાયના પાપો માથે લેવા હાટુ એક જ વખત પોતાનું બલિદાન આપ્યું. જેઓ એની વાટ જોય છે તેઓના સબંધમાં તારણના અરથે ઈ બીજી વખત પાપ વગર પરગટ થાહે.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, પરમેશ્વરે જગતના ગરીબ લોકોને ગમાડયા, જેથી વિશ્વાસમા મજબુત બને અને ઈ રાજ્યના વારસદાર બને, જેનો વાયદો પરમેશ્વરે એનાથી પ્રેમ કરનારાઓ ઉપર કરયો છે.


ઈ હાટુ જઈ મસીહે પોતાના દેહમાં રેતી વખતે દુખ સહન કરયુ, ઈ હાટુ તમારે પણ એવી જ રીતે દુખ સહન કરવા તૈયાર રેવું જોયી, જે એનામા હતું, કેમ કે, જો તમે મસીહ હાટુ દુખ સહન કરવા તૈયાર છો, તો તમે પાપ નય કરવાનું નક્કી કરી લીધું છે.


એવી રીતે વ્યવહાર કરો કે, જઈ તમે ઈ દિવસની વાટ જોય રયા છો, જે પરમેશ્વરે ગમાડયો છે, જઈ મસીહ પાછો આયશે, અને એના જલ્દી આવવા હાટુ પોતાના તરફથી પુરી કોશિશ કરો. ઈ દિવસે પરમેશ્વર આભને આગથી નાશ કરી દેહે, ઈ આગની ગરમીથી આભમાં જે કાય છે, ઈ ઓગળી જાહે.


અમે પરમેશ્વરને અને એક-બીજાને પ્રેમ કરી છયી, કારણ કે પેલા પરમેશ્વરે આપણને પ્રેમ કરયો.


હું તમારો ભાઈ યોહાન છું જે પરમેશ્વરનાં રાજ્યનો તમારી હારે ભાગીદાર છું, અને તમારી હારે પીડા અને દુખ પણ ધીરજથી સહન કરું છું કેમ કે, આપડે ઈસુના છયી, પરમેશ્વરનો સંદેશો હંભળાવવા અને ઈસુ વિષે સાક્ષી દેવાના કારણે હું પાત્મસ નામના ટાપુમાં હતો.


જે લોકોને જેલખાનામાં પુરાવાનુ નક્કી છે, તેવો નક્કી જેલખાનામાં પુરવામા આયશે અને જેની હાટુ નક્કી છે કે, ઈ તલવારથી મરે તેઓ નક્કી તલવારથી જ મરશે, ઈ હાટુ જરૂરી છે કે, પરમેશ્વરનાં લોકો ઈ મુશ્કેલીઓને સહન કરે, જેનો ઈ અનુભવ કરે છે અને એના પ્રત્યે વફાદાર રેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ