17 હું પાઉલ પોતાના હાથથી આ પત્રમાં સલામ લખી રયો છું દરેક પત્રમાં હું આ રીતે લખું છું, આ મારી લખવાની નિશાની છે.
હું તેર્તીયુસ જે આ પત્ર લખી રયો છું, પરભુમાં તને મારી સલામ મોકલુ છું
હું પાઉલ આ સલામ પોતાના હાથથી લખું છું
હું પાઉલ, તમને સલામ કરવાને હાટુ પત્રના આ ભાગને પોતાની હાથે લખી રયો છું, અને હું જેલખાનામાં છું ઈ યાદ રાખીને મારી હાટુ પ્રાર્થના કરો, અને પરમેશ્વરની કૃપા તમારી ઉપર થાતી રેય. આમીન.
તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.
અને પરભુનો વખત આવી ગયો છે એવુ કેનારાથી તમારા મનમા વિશ્વાસ કરીને ગભરાય જાતા નય, તેઓ એમ કેહે કે, અમને આગમવાણીથી, શિક્ષણ અને લખેલા પત્ર દ્વારા દર્શન થયુ છે, જેમ કે, માની લ્યો કે ઈ અમારી તરફથી હોય.