પછી ઈસુએ લોકોને અને એના ચેલાઓને કીધું કે, “હું તમને હાસુ કવ છું કે, આયા જેઓ ઉભા છે, એમાના કેટલાક લોકો મરતા પેલા માણસના દીકરાને પરમેશ્વરનાં રાજ્યમાંથી આવતો જોહે.”
પણ હવે આપડા તારનાર ઈસુ મસીહ આવી ગયા છે, અને એણે આપડી ઉપર પોતાની કૃપા કરી છે, અને એણે મરણની તાકાતને હરાવી દીધી છે, અને હારા હમાસાર દ્વારા અનંતજીવનનો મારગ બતાવ્યો છે.
જઈ ઈસુ મસીહ રાજાની જેમ રાજ્ય કરવા આયશે, તઈ ઈ જે જીવતા છે અને જે મરી ગયા છે ઈ બેયનો ન્યાય કરશે. ઈ હાટુ પરમેશ્વર અને મસીહને સાક્ષી હમજીને, હું તને આજ્ઞા આપું છું,
હવે પરમેશ્વરે મારી હાટુ સ્વર્ગમા ઈનામ રાખી મુકયું છે, એટલે કે, હું એની નજરમાં ન્યાયી જીવન જીવયો છું, ઈ ઈનામ પરભુ ઈસુ જે ધરમી ન્યાયધીશ, એના પાછા આવવાના દિવસે મને આપશે, અને ખાલી મને જ નય પણ જે એને પાછા આવવાની રાહ જોવે છે, ઈ બધાય લોકોને હોતન આપશે.
આપડે આ રીતે વરતન કરી છયી, જઈ આપડે આશા હારે ઈ મહાન દિવસની રાહ જોયી છયી, જેની આપણને આશા છે, ઈ દિવસ જઈ ઈસુ મસીહ, જે આપડો મહાન પરમેશ્વર અને તારનાર છે, ઈ પોતાની પુરી મહિમાની હારે જગત ઉપર પાછો આયશે.
અને આદમના દીકરા કાઈનની જેવા નો બનો, જે શેતાન તરફથી હતો, અને એને પોતાના ભાઈ હાબેલને મારી નાખ્યો. અને એના ભાઈને શું કામ મારી નાખ્યો? કેમ કે, એના કામો ખરાબ હતાં, અને એના ભાઈનાં કામો ન્યાયી હતા.
પસ્તાવો કર, જો તુ ભુંડા કામ કરવાનું બંધ નય કર, તો હું જલ્દી આવય અને ઈ લોકો જે ખોટુ શિક્ષણ આપે છે તેઓની વિરુધ હું તલવારથી બાધય, જે વચન મારા મોઢેથી નીકળે છે.
પછી તેઓએ શેતાનને જેણે આ બધાય લોકોને ભરમાવા હતાં, ઈ જગ્યાએ ફેકી દીધો જ્યાં આગ ગંધકથી હળગે છે; ઈ એવી જગ્યાએ હશે જ્યાં તેઓએ પેલાથી જ હિંસક પશુને અને ખોટા આગમભાખીયાઓને ફેકી દીધા હતા. તેઓ રાત-દિવસ સદાસર્વકાળ રીબાયા કરશે.