મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.
ઈ એક-બીજાની ઈર્ષા રાખે છે, ઈ નશામાં સક્સુર થય જાય છે, ઈ એવા જમણવારમાં જાય છે જ્યાં લોકો પોતાની ભૂખને કાબુમાં નથી કરતાં અને ઈ આવા પરકારના બીજા બધાય ભુંડા કામ કરે છે. હું તમને સેતવણી આપું છું, જેમ મેં પેલા પણ તમને સેતવણી આપી હતી કે, એવા કામો કરવાવાળા પરમેશ્વરનાં રાજ્યના વારસ નય થાય.
તમે જાણો છો કે, જેમ બાપ પોતાના બાળકોની હારે વ્યવહાર કરે છે, એવી જ રીતે અમે પણ તમારામાંથી દરેકને શિક્ષણ આપતા, અને પ્રોત્સાહિત કરતાં અને સેતવણી આપતા હતા.