Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 2:13 - કોલી નવો કરાર

13 હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમારે સદાય તમારા હાટુ પરમેશ્વરનો આભાર માનવો જોયી કેમ કે, પરમેશ્વરે જગત બનાવ્યા પેલા જ તમને ગમાડી લીધા હતા, જેથી તમે હાસાય ઉપર વિશ્વાસ કરીને પવિત્ર આત્મા દ્વારા પવિત્ર બનીને તારણ મેળવો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 2:13
42 ပူးပေါင်းရင်းမြစ်များ  

જેથી અમે એની હામે પવિત્રતા અને ન્યાયીપણાથી આખી જીંદગી ભર કોય પણ બીક રાખ્યા વગર પરમેશ્વરની સેવા કરી હકી.


આ આખા જગતની શરૂઆત પેલા શબ્દ હતો, જે શબ્દ પરમેશ્વરની હારે હતો, અને ઈ શબ્દ પરમેશ્વર હતો.


ઈસુએ એને કીધું કે, “રસ્તો અને હાસ અને જીવન હું જ છું, મારી વગર કોય પણ બાપની પાહે નય જાય હકે.


આ વાતો હાંભળીને બિનયહુદી જાતિના લોકો રાજી થયા અને પરમેશ્વરનાં વચનની મહિમા કરવા લાગ્યા, અને જેટલા અનંતકાળના જીવન હાટુ ઠરાવામાં આવ્યા હતાં, તેઓએ વિશ્વાસ કરયો.


અને વિશ્વાસ દ્વારા તેઓના મન પવિત્ર કરીને આપડે યહુદી અને બીજી જાતિના વિશ્વાસી લોકોમા કોય ભેદ નો રાખ્યો.


પરમેશ્વરનો આભાર માનો કેમ કે, તમે એક વખતે પાપના ગુલામ હતાં, પણ હવે તમને આપવામાં આવેલુ શિક્ષણ તમે પુરા હૃદયથી સ્વીકારયું છે.


કોય પણ આપડી ઉપર પરમેશ્વરની હામે આરોપ નથી લગાડી હક્તો કેમ કે, ઈ એવો જ છે જે આપણને એની હારે હાસો બનાવે છે.


અને બેયમાંથી એક દીકરાને પરમેશ્વરનાં ઈરાદા પરમાણે ગમાડેલો હતો એવી ખબર પડે ઈ હાટુ એણે એને કીધું કે, “મોટો દીકરો નાના દીકરાની સેવા કરશે.”


કેમ કે, પરમેશ્વરે પોતાની બુદ્ધિમાં ઈ જોયું હતું કે, માણસના જ્ઞાન પરમાણેથી જગત એને કોયદી ઓળખી નય હકે, ઈ હાટુ એણે વિશ્વાસ કરવાવાળાઓને બસાવવા હાટુ હારા હમાસાર પરચાર કરવા અમારો ઉપયોગ કરયો છે, હાલમાં કેટલાક લોકો એને મુરખ માંને છે.


ઓ ગલાતીઓના અણહમજુ લોકો તમારી હામે વધસ્થંભે મરણ પામેલ ઈસુ મસીહને હાજરા હજુર રજુ કરવામાં આવ્યો હતો, તો પછી તમને કોણે ભરમાવ્યા?


કેમ કે, જઈ તમે વિશ્વાસ કરયો તો પરમેશ્વરે પોતાની કૃપાથી તમને બસાવી લીધા. અને તમે પોતાના તારણને કમાણા નથી, પણ આ પરમેશ્વરનું દાન છે.


તમારો વિશ્વાસ અને પ્રેમ તમારી ઈ આશા ઉપર આધારિત છે જે તમારી હાટુ સ્વર્ગમા રાખી છે, તમે પેલાથી જ એના વિષે હાંભળ્યું છે, જઈ પેલીવાર લોકો તમારી પાહે આવ્યા અને તમને ઈસુ મસીહના વિષેમા હારા હમાસાર હંભળાવી, જેમ કે, પરમેશ્વરનો હાચો સંદેશ છે.


ઈ હાટુ જઈ કે, પરમેશ્વરે તમને પોતાના પવિત્ર લોકો થાવા હાટુ ગમાડયો છે અને તમને પ્રેમ કરે છે, મોટી દયા, ભલાય, દયાળુ, નમ્ર, અને સહનશીલતા અપનાવો.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, અમે જાણી છયી કે, પરમેશ્વર તમને પ્રેમ કરે છે અને તેઓએ તમને આપડા લોકો થાવાને હાટુ ગમાડયા છે.


કે, તમે પોતાના જીવનને એવી રીતે જીવો જેને પરમેશ્વર માન આપે, જે તમને પોતાના રાજ્યમા અને મહિમામાં ભાગીદાર થાવા હાટુ બોલાવે છે.


કેમ કે, પરમેશ્વરે આપણને ખરાબ જીવન જીવવા હાટુ નય, પણ પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવ્યા છે.


કેમ કે, પરમેશ્વરે આપડી ઉપર રિહ કરવા હાટુ નથી ગમાડયા, પણ આપડે આપડા પરભુ ઈસુ મસીહ દ્વારા તારણ પામવા હાટુ ગમાડવામાં આવ્યા છયી.


હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમારી વિષે આપડે પરમેશ્વરનો આભાર સદાય માનવો જોયી, અને એવુ કરવુ ઈ આપડી હાટુ હાસુ છે કેમ કે, ઈસુ મસીહ ઉપર તમારો વિશ્વાસ બોવ વધતો જાય છે, અને એકબીજા ઉપર તમારો પ્રેમ બોવજ વધતો જાય છે.


અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો.


અને જેટલા લોકો હાસ ઉપર વિશ્વાસ નથી કરતાં, પણ પાપ કરવાથી રાજી થાય છે, તેઓ બધાયને સજા મળશે.


હવે આપડા પરભુ ઈસુ મસીહ પોતે, અને આપડા પરમેશ્વર બાપ જે આપણને પ્રેમ કરયો, અને કૃપાથી સદાયની શાંતિ અને ઉતમ આશા આપી છે.


કેમ કે, પરમેશ્વરે આપડુ તારણ કરયુ છે, અને પવિત્ર જીવન જીવવા હાટુ બોલાવીયા છે. ઈ આપડા હારા કામ કરવા હાટુ નય, પણ એની યોજના અને એની કૃપા પરમાણે છે, પરમેશ્વરે આ જગતને બનાવ્યા પેલા જ, મસીહ ઈસુને દુનિયામાં મોકલીને પોતાની કૃપાથી આપણને બસાવાની યોજના બનાવી લીધી હતી.


કઠણ મેનત કરો જેથી પરમેશ્વર તમને ગમાડી હકે. એક એવા સહાયકારી બનો જેને શરમાવાની જરૂર નથી, અને જે પરમેશ્વરની હાસાયના સંદેશાને હારી રીતે શીખવે છે.


તને યાદ હશે કે, તુ બાળક હતો ન્યાથી જ તને જુના કરારના પવિત્ર શાસ્ત્રોની વાતુની ખબર છે; તેઓ તને મસીહ ઈસુમાં વિશ્વાસ દ્વારા તારણ મેળવવા હાટુ જ્ઞાન આપી હકે છે.


એણે એમ પણ કીધું કે, “હે પરભુ, તે શરૂઆતમાં પૃથ્વીની રસના કરી, અને તારા હાથોથી આભને રસ્યુ.


એણે પોતાની ઈચ્છાથી આપણને હાસના વચન દ્વારા આપણને નવું જીવન આપ્યુ જેથી આપડે એની દ્વારા બનાવેલી દરેક વસ્તુઓનું બધાયથી મહત્વનો ભાગ હોય.


પ્રેમ ખરેખર ઈ નથી કે, આપડે પરમેશ્વરને પ્રેમ કરયો પણ ખરેખર પ્રેમ આજ છે કે, પરમેશ્વરે આપણને પ્રેમ કરયો અને આપડા પાપોને છેટા કરવા હાટુ એણે પોતાના એકનાં એક દીકરાને બલિદાન થાવા હાટુ જગતમાં મોકલ્યો.


અમે પરમેશ્વરને અને એક-બીજાને પ્રેમ કરી છયી, કારણ કે પેલા પરમેશ્વરે આપણને પ્રેમ કરયો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ