જે કોય મારી ઉપર વિશ્વાસ કરે અને નિશાનીના રૂપમાં જળદીક્ષા લેય, તો ઈ મારી ઉપર અત્યારે જ વિશ્વાસ કરે છે, ઈ પરમેશ્વર દ્વારા પોતાના પાપો હાટુ અપરાધી થવાથી બસાવવામાં આયશે. પણ જે વિશ્વાસ નય કરે, ઈ અપરાધી ઠરશે.
અને ઈ બધાય પરકારના ખરાબ કામો કરીને આ બધાય લોકોને દગો આપશે, જે સદાયને હાટુ વિનાશ થાવાના છે કેમ કે, તેઓએ ઈ હાસાય ઉપર વિશ્વાસ નથી કરયો જે એનો બસાવ કરી હકતો હતો.
આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.
હે વાલા મિત્રો ઈ લોકોની નકલ નો કરો જે ખરાબ કામો કરે છે, પણ ઈ લોકો જેવા બનો જેઓ ભલું કામ કરે છે, જો કોય હારું કામ કરે છે ઈ પરમેશ્વર તરફથી છે, પણ જો કોય ખરાબ કામ કરે છે ઈ પરમેશ્વરને નથી ઓળખતા.