Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:11 - કોલી નવો કરાર

11 ઈ હાટુ અમે સદા તમારી હાટુ પ્રાર્થના પણ કરી છયી, જેથી પરમેશ્વર તમને ઈ જીવનને લાયક બનાવી દેય, જેને જીવવા હાટુ એણે તમને બોલાવીયા છે. અને બધાય ભલાયના કામો કરવાની ઈચ્છા અને વિશ્વાસથી કરેલા બધાય કામોને પોતાના સામર્થથી પુરા કરે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 થેસ્સાલોનિકીઓને પત્ર 1:11
41 ပူးပေါင်းရင်းမြစ်များ  

જમીન પોતે છોડને ઉગવામાં મદદરૂપ છે, પેલા છોડવા જોવા મળે છે, દાણાની ડુંડીયુ જોવા મળે છે અને છેલ્લે દાણા પાકી જાય છે.


તમે તો ઘેટાઓની નાની ટોળી જેવા છો, કોય પણ વાતુના લીધે બીવમાં, કેમ કે, તમારા બાપ જે સ્વર્ગમા છે એને આ હારું લાગે છે કે, ઈ તમને રાજ્ય આપે.


પરમેશ્વર, જેની સેવા હું પોતાના પુરા હૃદયથી એના દીકરાના વિષે માણસોને હારા હમાસારનો પરચાર કરું છું, ઈજ મારી સાક્ષી છે કે, હું પોતાની પ્રાર્થનાઓમાં તમને લોકોને સદાય યાદ કરું છું


કેમ કે, પરમેશ્વરનાં કૃપાદાન અને આમંત્રણ ઈ કોયથી રદ થાય એવા નથી.


પણ મારા ભાઈઓ અને બહેનો, હું પોતે પણ તમારા વિષે પાકુ જાણું છું કે, તમે પણ પોતે જ ભલાયથી ભરેલા અને તમે પુરી રીતે જાણો છો કે, તમારે શું કરવુ જોયી અને એક-બીજાને પ્રોત્સાહિત પણ કરી હકો છો.


પછી જેને પરમેશ્વરે પેલાથી જ પાકુ કરી લીધું, એને ગમાડી લીધો, અને જેને ગમાડયો, એને ન્યાયી પણ જાહેર કરયો છે, અને જેને ન્યાયી જાહેર કરયો છે, એને મહિમા પણ દીધી છે.


પરમેશ્વર તમને છેલ્લે હુધી વિશ્વાસમાં મજબુત કરશે કે, જઈ તમે ઈ દિવસે દોષ વગરના માલુમ પડો જઈ આપડા પરભુ ઈસુ મસીહ ફરીથી જગતમાં પાછા આયશે.


હું સદાય તમારી હાટુ પરમેશ્વરનો આભાર માનું છું અને પોતાની પ્રાર્થનાઓમાં તમને યાદ કરું છું


પરમેશ્વરનાં પ્રેમને લીધે આપણે ઈસુ મસીહની હાટુ એના દીકરાઓ બનીએ એવુ પરમેશ્વરે પાક્કું કરેલું હતું; એમા જ તેઓની ખુશી અને એની ઈચ્છા હતી.


પરમેશ્વરે ઈ જ કરયુ જે એણે ખાનગી રાખ્યું હતું અને આપણને ઈ ખાનગી યોજનાની જાણ કરાવી જે એણે પેલાથી જ મસીહ દ્વારા પુરૂ કરવાનો નિર્ણય લીધો હતો.


મને આ વાતનો ભરોસો છે કે, પરમેશ્વરે તમારામા જે હારા કામો શરુ કરયા છે, ઈજ એને ઈસુ મસીહના પાછા આવવાના દિવસ હુધી પુરા કરશે.


કેમ કે પરમેશ્વર જે તમારામા કામો કરે છે, તમને ઈ કામ કરવાની ઈચ્છા અને તાકાત આપે છે, જેઓ એને ગમાડે છે.


એવી રીતે હું ઈ લક્ષ તરફ ધોડતો જાવ છું કે, જેથી ઈ ઈનામ મને મળે, ઈ હાટુ કે, મને મસીહ ઈસુમાં પરમેશ્વરનાં સ્વર્ગીય આમંત્રણના ઈનામ હાટુ બોલાવ્યો છે.


અને જે કામ તમે વિશ્વાસના કારણે કરો છો, અને બીજાની મદદ હાટુ પ્રેમથી જે મેનત કરો છો, અને તમે પરભુ ઈસુ મસીહના પાછા આવવાની આશા રાખતા દુખ વેઠો છો. આ બધુય જઈ અમે પરમેશ્વર બાપથી પ્રાર્થના કરી છયી, તઈ પ્રાર્થનામા દરોજ યાદ કરી છયી.


તમે પરમેશ્વરનાં રાજ્યને લાયક બનો ઈ હાટુ તમે દુખ પણ સહન કરો છો, આ તો પરમેશ્વરનાં હાસા ન્યાયનું પરમાણ છે.


અમારા બતાવેલા હારા હમાસાર દ્વારા પરમેશ્વરે તમને બસાવવા હાટુ બોલાવા કે, તમે અમારા પરભુ ઈસુ મસીહની મહિમામાં સહભાગી થય હકો.


આપડે આપડા વિશ્વાસમાં આગેવાની કરનારા અને સિદ્ધ કરનારા ઈસુની તરફ લક્ષ્ય રાખી. ભવિષ્યનો આનંદ મેળવવા હાટુ, ઈ શરમને તુચ્છ ગણીને એની સીંતા કરયા વગર વધસ્થંભનુ દુખ સહન કરીને મરી ગયો, અને ઈ સ્વર્ગમાં પરમેશ્વરનાં રાજ્યની જમણી બાજુ બેહી ગ્યો છે.


ઈ હાટુ હે મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, તમે જે પરમેશ્વરનાં છો, તમને પરમેશ્વરે સ્વર્ગમાં પોતાની હારે ભાગીદાર થાવા હાટુ બોલાવ્યા છે, ઈ ઈસુ મસીહ ઉપર ધ્યાન રાખો જે આપણને ગમાડેલો ચેલો અને પ્રમુખ યાજક કેય છે.


પરમેશ્વર ઈ છે જે કૃપાથી આપડી દરેક પરિસ્થિતિમાં મદદ કરે છે અને ઈજ છે જે આપણને પોતાના સ્વર્ગની અનંત મહિમાને ભાગીદારી કરવા હાટુ ગમાડીયા છે. કેમ કે, આપડે મસીહ ઈસુથી જોડાયેલા છયી. અને તમે થોડાક વખત હાટુ ઈ વસ્તુઓને લીધે જે લોકો તમને નુકશાન કરવા હાટુ કરે છે, દુખ ભોગવા પછી ઈ તમારા આધ્યાત્મિક પાપ દુર કરી દેહે, ઈ તમને એની ઉપર વધારે ભરોસો કરવા હાટુ મજબુત કરશે, અને ઈ તમને દરેક રીતે સાથ આપશે.


પણ હા, સાર્દિસમાં તારી હારે થોડાક જ વિશ્વાસી લોકો છે, જે પાપથી અશુદ્ધ નથી થયા, તેઓ શુદ્ધ ધોળા લુગડા પેરીને મારી હારે હાલશે, કેમ કે તેઓ લાયક છે.


તમે એને એવા લોકો બનાવી દીધા છે જેની ઉપર અમારો પરમેશ્વર રાજ્ય કરે છે અને એની સેવા કરવા હાટુ એને યાજક બનાવી દીધા. ઈ પૃથ્વી ઉપર રાજ્ય કરશે.”


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ