Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 3:17 - કોલી નવો કરાર

17 એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 3:17
26 ပူးပေါင်းရင်းမြစ်များ  

તમે કેમ હમજતા નથી કે, મે તમને રોટલી સબંધી કીધુ નોતું? પણ ફરોશી ટોળાના લોકોના અને સદુકી ટોળાના લોકોના ખમીર વિષે તમે સાવધાન રયો એમ મે કીધુ હતું.


તઈ ઈસુએ તેઓને કીધુ કે, “જો-જો, ફરોશી ટોળાના લોકો અને સદુકી ટોળાના લોકોના ખમીરથી સેતીને રેજો.”


ખોટા આગમભાખીયાઓથી સેતીને રયો, જેઓ ઘા નો પુગાડનાર ઘેટાની જેમ વેશ બદલીને તમારી પાહે આવે છે, પણ મોઢે ફાડી ખાનારા વરુ જેવા છે.


મે તમને આ વાતુ ઈ હાટુ કીધી છે કે, જઈ મુશીબતનો વખત આવે તો તમને આ યાદ રેય કે, મે તમને આની વિષે પેલાથી જ કય દીધુ હતું. મે શરૂઆતમાં તમને લોકોને આ વાતુ ઈ હાટુ નથી કીધી કેમ કે, તઈ હું તમારી હારે હતો.


અને તેઓ ગમાડેલા ચેલાઓ શિક્ષણ મેળવવામાં અને પરભુ ભોજનમાં અને પ્રાર્થના કરવામા લાગેલા રયા.


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


તો, કોય પણ વિશ્વાસી જે વિસારે છે કે, ઈ પોતાના વિશ્વાસમાં સુરક્ષિત છે ઈ હાટુ સાવધાન રેય કે, જેથી લાલસમાં આવીને પાપમાં નો પડે.


ઈ હાટુ, મારા વાલા ભાઈઓ, પોતાના વિશ્વાસમાં સ્થિર અને દ્રઢ રયો અને પરભુના કામમાં સદાય તલ્લીન રયો, કેમ કે, તમે ઈ જાણો છો કે, પરભુમાં તમારુ કામ નકામું નથી.


પણ મને બીક લાગે છે કે, જેમ શેતાન એરુના રૂપમાં પોતાની સાલાકીથી ઓલી બાય હવાને છેતરી, ઈ જ તમારા મનને પણ તે પ્રમાણિકતા અને પવિત્રતાથી જે તમે મસીહમાં સેવા કરો છો ક્યાક એને છોડી નો દયો.


જો તમે મુસાના નિયમશાસ્ત્રનું પાલન કરીને ન્યાયી ઠરવા માગો છો, તો તમે પોતાની જાતને મસીહથી નોખા કરી રયા છો. એણે પરમેશ્વરની કૃપાથી પોતાનું મોઢું ફેરવી લીધું છે.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


એવાં લોકોથી સેતતા રયો જે કુતરા જેવા છે, ખરાબ કામો કરનારાથી અને નકામી સુન્‍નતથી સાવધાન રયો.


કેમ કે, તમારાથી હું આઘો છું, તો પણ હું તમારા વિષે વિચારતો રવ છું, અને હું ઈ જોયને બોવ રાજી છું કે, તમે એક હારે થયને એમ જ જીવો છો જેમ તમારે જીવવું જોયી અને મસીહમા તમારો વિશ્વાસ મજબુત છે.


સાવધાન રયો કે, ક્યાક એવુ નો થાય કે, કોય તમને બેકાર અને નકામો જ્ઞાન દ્વારા તમને ફ્સાવીનો દેય, જે માણસોની પરમપરાઓ અને જગતનું શિક્ષણ પરમાણે છે પણ મસીહની પરમાણે નથી.


તુ પણ એનાથી સેતીને રે કેમ કે, એણે મસીહની વિષે આપડા શિક્ષણનો બોવ જ વિરોધ કરયો,


કેમ કે, જો આપડે ઈ વિશ્વાસને જે શરૂઆતમાં કરયો હતો એને અંત હુધી હાસવી રાખી છયી, તો આપડે મસીહની હારે ભાગીદાર બની જાહુ.


એની વિરુધ ઉભા રય જાવ. મસીહ અને એના સંદેશા ઉપર વિશ્વાસમા મજબુત રયો, ઈ યાદ કરતાં કે, આખા જગતના તમારી હારના વિશ્વાસીઓ આવી રીતની કઠણાયનો સામનો કરી રયા છે.


પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.


વાલાઓ, આ હવે બીજો પત્ર છે જે મે તમને લખ્યો છે. આ બેયમાં તમારા શાંત મગજને ઉત્તેજન કરવા હાટુ યાદગીરી છે.


યાદ કર કે, તુ શરૂઆતમાં મને કેમ પ્રેમ કરતો હતો, અને હવે તુ મને એવી રીતે પ્રેમ નથી કરતો. આ વાતથી પસ્તાવો કર અને મને એવી જ રીતે પ્રેમ કરવાનું સાલું રાખ જેમ તુ શરૂઆતમાં કરતો હતો. અને જો તુ પસ્તાવો નય કર, તો તારી દીવીને એની જગ્યાએથી હું આઘી કરી દેય.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ