2 પિતરનો પત્ર 3:14 - કોલી નવો કરાર14 એટલે હે વાલાઓ, જો તમે ઈ દિવસની વાટ જોવો છો, જઈ પરમેશ્વર જગતનો ન્યાય કરશે. તો તમારે પુરેપુરી કોશિશ કરવી જોયી, જેથી ઈ તમને શુદ્ધ અને નિરદોષ અને એક-બીજાની હારે શાંતિમાં રાખી હકે. အခန်းကိုကြည့်ပါ။ |
આ હેરાનગતિઓનો ધ્યેય ઈ દેખાડવાનો છે કે, શું તમે હાસીન પરમેશ્વર ઉપર ભરોસો કરો છો. ઈસુ મસીહમા તમારો વિશ્વાસ હોના કરતાં વધારે કિંમતી છે. જેવી રીતે નાશવંત હોનાને આગમાં પારખવામા આવે છે અને શુદ્ધ કરવામા આવે છે, એવી જ રીતે જો તમારો વિશ્વાસ આગની પરીક્ષાઓ દ્વારા પારખા પછી પણ મજબુત રેય છે, તો આ ઈ દિવસે તમને બોવ જ વખાણ, મહિમા અને માન દેહે, જઈ ઈસુ મસીહ પાછો આયશે.
પોતાના બધાય પત્રોમાં જે એણે વિશ્વાસુને લખેલા છે, ઈ આવી રીતે જ વાત કરે છે. જે એણે તમને લખ્યું છે, પણ કેટલીક વાતો જે એણે પોતાના પત્રોમાં લખી છે એને હમજવી કઠણ છે, જે લોકોએ હારી રીતે શિક્ષણ નથી લીધું અને જેને નક્કી નથી, કે ઈ શું વિશ્વાસ કરે છે, તેઓ આ કઠણ વાતોના અર્થને ખોટી રીતેથી હમજાવી બતાવે છે, એવી જ રીતે કે જેમ શાસ્ત્રના બીજા ભાગોને પણ ખોટી રીતેથી હમજાવે છે. એવુ કરીને તેઓ પોતે જ પરમેશ્વર દ્વારા પોતાને દંડ દેવાનું કારણ બને છે.