ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.
પણ જે કાય અશુદ્ધ હતુ, કે, પછી ઈ લોકો જે ખરાબ કરે છે અને ખોટુ બોલે છે, તેઓને પાક્કી રીતે એમા અંદર આવવાની રજા નોતી, જે લોકો આમા આવી હકે છે, ઈ એવા લોકો છે જેના નામ ઘેટાના બસ્સાની જીવનની સોપડીમા લખવામા આવ્યા હતા.