20 કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.
તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે.
પરમેશ્વર આપડા બાપની પાહે શુદ્ધ અને નિર્મળ ભગતી આ છે કે, અનાથો અને રંડાયેલીની મુશ્કેલીમાં એની હારે રેય છે, અને પોતાની જાતને આ જગતના ખરાબ વેવારને આધીન નો થાવા દયો.
હું પ્રાર્થના કરું છું કે, પરમેશ્વર તમારી પ્રત્યે બોવજ કૃપાથી કામ કરવાનું ચાલુ રાખે અને તમને એક ઊંડી શાંતિ દેય, કેમ કે, તમે હાસીન પરમેશ્વર અને ઈસુને જાણો છો જે આપડો પરભુ છે.
પરમેશ્વરે પોતાના સામર્થ્ય દ્વારા આપણને ઈ બધુય દીધુ છે જે આપણને એક પરમેશ્વરનું જીવન જીવવા હાટુ જોયી. ઈ શક્ય છે કેમ કે, અમે પરમેશ્વરને જાણી છયી અને ઈ ઈજ છે જેણે આપણને પોતાની મહિમા અને ભલાયથી એના લોકો થાવા હાટુ બોલાવ્યા છે.
ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.
જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.
એની બદલે એવી રીતે જીવો કે, તમે આપડા પરભુ અને તારનાર ઈસુ મસીહની તમારા પ્રત્યે કૃપાના કામોને વધારેમાં વધારે અનુભવ કરતાં રયો, અને તમે એને વધારે હારી રીતે જાણો. હું પ્રાર્થના કરું છું કે, દરેક ઈસુ મસીહનુ સન્માન હવે અને સદાય હાટુ કરે! આમીન.