Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 2:18 - કોલી નવો કરાર

18 જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 2:18
22 ပူးပေါင်းရင်းမြစ်များ  

પિતરે ઘણીય વાતોના દ્વારા સાક્ષી દયને અને આ કેતા એને વિનવણી કરી કે તમે પોતાની જાતને આ ખરાબ લોકોથી બસાવો.


ઈ શહેરમાં સિમોન નામનો એક માણસ હતો, જે જાદુ ટોણા કરીને સમરૂન પરદેશના લોકોને સોકાવી દેતો હતો, અને પોતાની જાતને બોવ મોટો જાદુગર કેતો હતો.


દિવસના અજવાળામાં જીવનારા લોકોની જેમ આપડુ વરતન લાયક રાખી. એટલે કે, આપડે ભોગવિલાસમાં, નશાખોરીમાં, છીનાળવામાં ભુંડી ઈચ્છાઓ, બાધણા કે, ઈર્ષામાં જીવી નય.


ઈ હાટુ હું કવ છું અને પરભુમાં સાક્ષી આપું છું કે, જેમ બીજા બિનયહુદી પોતાના મનની ભ્રમમાં હાલે છે, એમ હવેથી તમે નો હાલો;


માણસો જેનું ભજન કરે છે અને જેને પરભુ માંને છે ઈ બધાયનો ઈ પાપી માણસ નકાર કરશે. ઈ બધાય કરતાં પોતાને મોટો મનાવશે, અને પરમેશ્વરની વિરુધ મંદિરમાં જયને એની જગ્યાએ બેહીને પરમેશ્વર હોવાનો દાવો કરશે.


તમે પૃથ્વી ઉપર મોજ-મજા કરવામા લાગેલા રયા, અને ઘણુય બધુય સુખ ભોગવ્યુ, આવુ કરીને તમે ઈ જનાવરની જેવા થયા છો જેઓને મારીને ખાવાની પેલા તાજો-માજો કરવામા આવે છે, ઈ જ રીતે તમે પણ નથી જાણતા કે, તમે નાશ થાવાના છો.


ઈજ શક્તિશાળી સામર્થ દ્વારા એણે આપણને બોવજ મહાન અને કિંમતી ભેટો આપી છે જે એણે વાયદો કરયો છે, ઈ ભેટોનો ઉપયોગ કરીને આપડે જગતમાં ઈ ભુંડી ઈચ્છાઓથી બસી હકીયે છયી જે લોકોનો નાશ કરે છે અને પરમેશ્વરનાં પોતાના સ્વભાવનામાં ભાગીદાર થય હકી છયી.


તેઓની આખું છીનાળવીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરવાથી બંધ થાતી નથી; તેઓ નબળા વિશ્વાસીઓને લલસાવે છે; તેઓના હૃદય લોભી છે, તેઓ હરાપીત છે.


પરમેશ્વરનાં ઘણાય લોકો આવા શિક્ષકોના ખોટા કામોની નકલ કરશે, અને જે કાય પણ તેઓ કરશે, એના લીધે અવિશ્વાસુ લોકો હાસના મારગની નિંદા કરશે.


કેમ કે, જો ઈ આપડો પરભુ અને તારનાર ઈસુ મસીહના જ્ઞાન દ્વારા જગતના ભ્રષ્ટાચારથી બસી ગયા છે પણ પાછા એમા ફસાય જાય છે અને હારી જાય છે, તો એની છેલ્લી દશા પેલાની દશા કરતાય વધારે ભુંડી થય જાય છે.


પણ એની પેલા કે એણે સદોમનો વિનાશ કરયો, એણે લોતને જે એક હારો માણસ હતો, શહેરથી કાઢી મુકયો અને એવી રીતે એને બસાવી લીધો. લોત બોવજ દુખી હતો કેમ કે, સદોમ શહેરના લોકો કોય પણ નિયમને માનતા નોતા અને શરમજનક કામો કરતાં હતા.


એટલે વાલાઓ, જો કે તમે આ ખોટા શિક્ષકોની વિષે પેલાથી જ જાણો છો કે, એનાથી પોતાને હંભાળી રાખ્યા. આવા ખરાબ લોકો ખોટી વાતુ બતાવીને તમને દગો દેય નય. ઈ તમને શંકા કરવા હાટુ રાજી કરે નય, જેની ઉપર હવે તમે મજબુત વિશ્વાસ કરો છો.


જે પોતાની ઉપર નિયંત્રણ નથી રાખતા ઈ દરિયાની મજબુત વિળોની જેમ છે જઈ તોફાન હોય છે અને જે બીજાઓને ખરાબ કરે છે, એના શરમજનક કામોથી, જેમ વિળો, ફીણ અને ગંદગી દરિયા કાઠે લીયાવે છે. ઈ એવા તારાઓ જેવા છે, જે નિયમિત સીધા મારગ ઉપર હાલતા નથી. પરમેશ્વર એને બોવ જ મોટા અંધારામાં સદાય હાટુ નાખી દેહે.


પછી મે એક બીજા હિંસક પશુને પૃથ્વીમાથી નીકળતા જોયો, એને બે શિંગડા હતાં, જેમ ઘેટાના બસાને હોય છે પણ જઈ ઈ બોલ્યો તો અજગરની જેમ બોલ્યો.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ