Biblia Todo Logo
အွန်လိုင်း သမ္မာကျမ်းစာ

- ကြော်ငြာတွေ -




2 પિતરનો પત્ર 2:14 - કોલી નવો કરાર

14 તેઓની આખું છીનાળવીઓની વાસનાથી ભરેલી છે અને પાપ કરવાથી બંધ થાતી નથી; તેઓ નબળા વિશ્વાસીઓને લલસાવે છે; તેઓના હૃદય લોભી છે, તેઓ હરાપીત છે.

အခန်းကိုကြည့်ပါ။ ကော်ပီ




2 પિતરનો પત્ર 2:14
28 ပူးပေါင်းရင်းမြစ်များ  

ઓ ઝેરીલા એરુના વંશજો, તમે ભુંડા હોવાના કારણે હારી વાતો નથી કરી હકતા કેમ કે, જે મનમાં ભરયું હોય, ઈ જ મોંઢાંમાંથી બારે કાઢે છે.


ઓ ઢોંગી; યહુદી નિયમના શિક્ષકો અને ફરોસી ટોળાના લોકો, તમારી હાટુ કેટલો અફસોસ છે! કેમ કે, તમે રંડાયેલીઓની માલ-મિલકત પસાવી પાડો છો, વળી દેખાડવા હાટુ જાહેરમાં લાંબી પ્રાર્થનાઓ કરો છો, ઈ હાટુ તમે વતો દંડ ભોગવશો.


પછી હું ડાબી બાજુના લોકોને પણ કેય કે, ઓ હરાપિત, લોકો જે અનંતકાળની આગ, શેતાન અને એના દુતોની હાટુ જે પરમેશ્વરે તૈયાર કરેલી છે, એમા તમે મારી આગળથી જાઓ.


પણ હું તમને કવ છું, કે બાય ઉપર જે કોય ખોટી નજરથી જોય છે, એને પેલાથી જ એની હારે પોતાના મનમાં છીનાળવા કરયા છે.


કેમ કે, ખોટા મસીહ અને ખોટા આગમભાખીયાઓ આયશે, અને એવા મોટા સમત્કારો કરીને બતાયશે કે, જો થય હકે તો પરમેશ્વરે ગમાડેલા લોકોને પણ ઈ ભરમાવશે.


તમે મારી ઉપર વિશ્વાસ નથી કરી હક્તા, કેમ કે તમે એકબીજાથી વખાણ કરવાની આશા રાખો છો, પણ જે વખાણ ખાલી પરમેશ્વરથી મળે છે, એને પામવાની કોશિશ નો કરો.


કેમ કે, એવા લોકો આપડા પરભુ મસીહની નય, પણ પોતાની દેહિક ઈચ્છાઓ પુરી કરવાનું કામ કરે છે અને તેઓ મીઠી-મીઠી વાતુ કરે છે અને ઈ લોકોની ખટપટ કરે છે, એવી જ રીતે ઈ ભોળા લોકોને દગો આપે છે.


શું તમને લાગે છે કે, પક્ષ પડવાથી બીજાને ખબર પડી જાહે કે, તમારામાંથી કોયની પાહે પરમેશ્વરની મંજુરી છે? નય. હરાહર નય!


અમે પણ તેઓની જેમ જ જીવતા હતા, અમારા પાપી સ્વભાવની ઈચ્છાઓને પુરી કરતાં હતા. જે પણ અમારી ભુંડી ઈચ્છાઓ અને વિસાર આપડીથી કરાવવા માંગતા હતા અમે એની પરમાણે કરતાં હતા, બાકી બીજાઓની જેમ, અમે પણ સામાન્ય રૂપે ભુંડા હતા અને પરમેશ્વરની સજાને આધીન હતા.


આ કારણથી, હવે આપડે બાળકોની જેવું નો થાવુ જોયી. હવે આપડે ઈ હોડીની જેમ નથી, જેને વીળો આગળ-પાછળ ધકેલે છે અને હવા આમ-તેમ ફેરવે છે. એનો અરથ આ છે કે, સતુર અને ઢોંગી લોકો હવે પોતાના ખોટા શિક્ષણથી આપણને દગો નથી આપી હકતા.


કોય પણ તમને પોતાની જાત અપમાનિત કરવાથી અને સ્વર્ગદુતોનું ભજન કરવા દ્વારા તમને ઈનામથી છેતરી નો લેય, એવો માણસ દર્શનની વાતોમાં લાગેલો રેય છે. અને એની જગતની હમજણ એને કોય પણ કારણ વગરનું અભિમાની બનાવી દેય છે.


ઈ માણસ બે સીલામાં પગ રાખે છે, અને પોતાની બધીય વાતોમાં સ્થિર નથી રેતો.


જઈ તેઓ લોકોને શિક્ષણ આપે છે, તો ઈ ખોટા અને અભિમાનથી ભરેલા શબ્દોનો ઉપયોગ કરે છે. ઈ લોકોને કેય છે કે, ઈ એવા શરમજનક કામો કરી હકે છે, જે તેઓનો દેહ કરવા માગે છે અને ઈ તેવા લોકોને ફરીથી પાપ કરવા ભરમાવી દેય છે, જે હમણાં-હમણાં જ આવા પાપી જીવનથી બસીને બાર નીકળા છે.


આ શિક્ષકો લાલસુ હશે અને તેઓ બનાવટી વાર્તાઓ હંભળાવીને તમને વિશ્વાસ દેવરાયશે, જેથી તમારી પાહેથી વસ્તુઓ મેળવી હકે, પરમેશ્વરે ઘણાય વખત પેલા જ નક્કી કરી લીધુ હતું કે, ઈ તેઓને દંડ દેહે, અને ઈ એવુ કરવા હાટુ તૈયાર છે, ઈ પાક્કી રીતે એનો નાશ કરી દેહે.


પોતાના બધાય પત્રોમાં જે એણે વિશ્વાસુને લખેલા છે, ઈ આવી રીતે જ વાત કરે છે. જે એણે તમને લખ્યું છે, પણ કેટલીક વાતો જે એણે પોતાના પત્રોમાં લખી છે એને હમજવી કઠણ છે, જે લોકોએ હારી રીતે શિક્ષણ નથી લીધું અને જેને નક્કી નથી, કે ઈ શું વિશ્વાસ કરે છે, તેઓ આ કઠણ વાતોના અર્થને ખોટી રીતેથી હમજાવી બતાવે છે, એવી જ રીતે કે જેમ શાસ્ત્રના બીજા ભાગોને પણ ખોટી રીતેથી હમજાવે છે. એવુ કરીને તેઓ પોતે જ પરમેશ્વર દ્વારા પોતાને દંડ દેવાનું કારણ બને છે.


કેમ કે, જે કાય જગતમાં છે, જેમ કે, દેહની વાસના, અને આંખોની લાલસા અને જીવન જીવવાનું અભિમાન, જે પરમેશ્વર બાપ તરફથી નથી, પણ જગત તરફથી જ છે.


પરમેશ્વર ઈ લોકોને બોવ જ કઠણ સજા દેહે જે આવા કામ કરે છે ઈ એવો વ્યવહાર કરે છે જેવું કાઈને કરયુ ઈ એમ જ પાપ કરે છે જેવું પાપ બલામે રૂપીયા હાટુ કરયુ હતું અને ઈ કોરાહની જેમ મરી જાહે જેણે મૂસાની વિરુધ બળવો કરયો.


તઈ પરમેશ્વરે ઈ મોટા અજગરને અને એના દુતોને પૃથ્વી ઉપર ફેકી દીધા, હવે આ મોટો અજગર ઈ જ છે જે ઘણાય વખત પેલા એરુના રૂપમા દેખાતો હતો, જેને શેતાન કે આરોપ લગાડનારો પણ કેવામા આવે છે, આ ઈ જ છે જે આ જગતના લોકોને દગો દેતો આવ્યો છે.


ကြှနျုပျတို့နောကျလိုကျပါ:

ကြော်ငြာတွေ


ကြော်ငြာတွေ